<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ધ્રાંગધ્રામાં જુની અદાવતમાં આરોપીએ ફરિયાદીને ફસાવવા ગોઠવી હનીટ્રેપની જાળઃ મહિલાની ધરપકડ

 

વઢવાણ, તા. ર૩: ધ્રાંગધ્રામાં આજથી ૪ વર્ષ પહેલા એક મારામારીનો બનાવ બન્‍યો હતો, જેમાં ફરિયાદી જયરાજસિંહ અને સાક્ષી અજયભાઈ હતા. આ ફરિયાદીના ભાઈ અને એના પપ્‍પા સાથે આરોપી પરેશ રબારીએ મારામારી કરીને પિતા-પુત્રના પગ ભાગી નાખ્‍યા હતા. આ કેસ કોર્ટમાં ચાલતો હતો અને અંતિમ ચરણમાં હતો, ત્‍યારે આ કેસમાં આરોપી પરેશ રબારીને સજા થાય એવી પરિસ્‍થિતી હતી. એવામાં પરેશે ગામમાં રહેતી અંજનાનો સંપર્ક કરીને ફરિયાદી અને એના સાક્ષીને પ્રેમજાળમાં ફસાવીને હનીટ્રેપની જાળ ગોઠવી હતી.

જેમાં ઈન્‍સ્‍ટ્રાગ્રામ થકી ફરિયાદી જયરાજસિંહ સાથે મિત્રતા કેળવી એની સાથે ફરવા ગઈ અને તેની સાથે સંબંધ બાંધ્‍યા અને પછી શરુ થયો હનીટ્રેપનો ખેલ.  અંજનાએ ફરિયાદી જયરાજસિંહ અને સાક્ષી અજયભાઈને બ્‍લેકમેઈલ કરીને કોર્ટનો કેસ પાછો ખેંચવા અને ૫ લાખ આપવા મજબુર કર્યા. અંજનાએ આ બંને પર બળાત્‍કારનો ગુનો દાખલ કરવા અનેક ધમપછાડા કર્યા સોશયલ મીડિયામાં પોતે આત્‍મહત્‍યા કરી લેશે અને એની જવાબદાર પોલીસ રહેશે. આવા વીડિયો જાહેર કર્યા તો સામે કેસના સાક્ષી અજયભાઈએ ફરિયાદ કરી કે મારે અંજના સાથે કંઈપણ લેવાદેવા નથી. બાદમાં પીએસઆઈ એમ.બી.વિરજાએ તપાસ કરી આ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા.

આ અંજનાએ અત્‍યાર સુધીમાં અનેકને આ રીતે ફસાવીને રુપિયા પડાવ્‍યા છે અને અનેકવખત લગ્ન કરીને અનેકને છેતરી લીધા છે. અંતે અંજનાની ધરપકડ કરીને સાક્ષી અજયભાઈ સાથે કયારેય સંપર્કમાં કયા મળવા ગઈ સહીતની કડક પુછપરછ હાથ ધરી અને એના જવાબો હનીટ્રેપ માસ્‍ટર માઈન્‍ડ અંજના પાસે ન હતા અને પોલીસની કડક પુછપરછ સામે ઘુંટણીયે થઈને સત્‍ય હકીકત જણાવી આરોપી પરેશ રબારીના કહેવાથી આ સમગ્ર કાંડ રચાયું હતું. હાલ તો પોલીસે અંજનાની ધરપકડ કરીને જેલ હવાલે કરી છે અને પરેશ રબારીની શોધખોળ ચાલુ છે.

(11:56 AM IST)