<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આટકોટ રાજગોર બ્રાહ્મણ સમાજ હરીઓમ ફોજની મીટીંગ યોજાઇ

 

આટકોટ તા.૨૨:  ગુજરાત અને ભારતભરમાં માં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજ ની એકતા માટે હરી ઓમ ફોજ ની રચના  ક્રાંતિકારી અને અગ્ની અખાડા ના સભાપતિ સંતશ્રી મુક્‍તાનંદબાપુ ના આશીર્વાદ થી  કાર્યરત થવા જઈ રહ્યું છે ત્‍યારે આજે જસદણ અને આટકોટ માં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજ ના આગેવાનો અને કાર્યકર્તાઓ ની અગાઉ મૈત્રી શૈક્ષણિક સંકુલ આટકોટ ખાતે એક બેઠક બોલાવાઈ હતી જેમાં સૌરાષ્‍ટ્રના સમાજના  આગેવાનો અને જસદણ અને આટકોટ ગામના રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર ના શુભ દિવસે આ હરીઓમ ફોજ નું આયોજન કરવામાં આવશે

હરીઓમ ફોજ ની રચના થશે અને ખાસ કે આ હરીઓમ ફોજ માં અંદાજે દશ હજાર જેટલા યુવાનો જોડાશે અને સમાજ ને દરેક કયમા ઉપયોગી થશે અને રાજગોર બ્રાહ્મણ સમાજ એકત્ર થાય અને સંગઠીત બને એવા ઉમદા વિચાર થી હરીઓમ ફોજ તૈયાર થઈ રહ્યું છે આજે આગોતરા બેઠક માં સૌરાષ્‍ટ્ર ના સમાજ આગેવાન જયેશભાઇ દવે.. ઇશ્વરભાઇ તેરૈયા.જીતુભાઇ ચાવડાગોર.તેમજ જસદણ ના જયંતિભાઇ જોષી.ઘનશ્‍યામભાઇ ચાવ.પરેશભાઇ જોષી રાજુભાઇ જોષી સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા અંતમા પરશેભાઇ જોષી ના સહયોગથી પ્રસાદ ની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી અને રાજગોર બ્રાહ્મણ સમાજ ના આગેવાનો એ આ આગોતરા બેઠક ની સરાહનીય રહી તેવી આશા વ્‍યક્‍ત કરી હતી

(12:01 PM IST)