News of Wednesday, 23rd July 2025
અમદાવાદ એરપોર્ટ ઉપરથી મોટી રકમ સાથે ઝડપાયેલ યુવકના કિસ્સામાં મોટો ઘટસ્ફોટઃ બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાનું મિત્રોનું કાવતરૂ
દારૂ, સિગારેટ પીતો વીડિયો ઉતાર્યો, એરફોર્સ કોન્ટ્રાક્ટના પરીવારનો બનાવઃ વિધવા માતા વતન લખનૌ ગયા બાદ પુત્રના મિત્રોએ ઘડયું કાવતરૂ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર૩: ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક કરોડની મોટી રકમ સાથે ઝડપાયેલા ઘેરથી ભાગેલા ભુજના સગીર અને તેના મિત્રના કિસ્સામાં મોટો ઘટસ્ફોટ થયો છે.
ઘરથી ભાગનાર સગીર એ ૧૯ વર્ષીય લવરમુછિયો યુવાન છે. તેનું નામ ઇશાનસિંઘ રાજપૂત છે. સોશ્યલ મીડિયા અને ખરાબ સંગત ધરાવતા મિત્રોની અસરનો તેનો ચકચારી કિસ્સો આંખ ઉઘાડનારો છે. આ યુવાન ઈશાનસિંઘના પિતા માધવેન્દ્રસિંહ રાજપૂત એરફોર્સના કોન્ટ્રાક્ટર હતા અને તેમનું છ મહિના પૂર્વે મોત નીપજ્યું છે.
યુવાનની વિધવા માતા અને ફરિયાદી ટ્વિન્કલસિંઘ માધવેન્દ્રસિંઘ રાજપૂતે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે સિદ્ધાર્થ પાર્કમાં રહેતા આરોપી રાહુલ ભગવાનજી સોલંકી અને માનકુવાના રાહુલ ઉર્ફે રવિ મોહન મહેશ્વરી સામે ગુનો નોંધાવ્યો છે.
બનાવ ૨૦ જુલાઇના રાત્રે સવા બાર વાગ્યે બન્યો હતો. ફરિયાદી પોતાના કામ અર્થે ભુજથી લખનૌ વતનમાં ગયા હતા. એ દરમ્યાન પોતાના પુત્રના બે મિત્રોએ ઘરમાં પ્રવેશી કાવતરું ઘડ્યું હતું.
ગઈકાલે મંગળવારની મોડી રાત્રે તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. મોજશોખ માટે નહીં પરંતુ આ યુવકનો દારૂ અને સિગારેટ પીવાનો વીડિયો ઉતારી સોસાયટીમાં જ રહેતા બે આરોપીઓ તેને બ્લેકમેલ કરી રૂપિયા ૩૨ લાખની રોકડ અને દાગીના પડાવી લીધા બાદ ધાકધમકી કરી ગોવા ફરવા માટે મોકલી દીધો હતો. પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે. જે મામલે બંને આરોપી યુવાનો રાહુલ સોલંકી અને રાહુલ ઉર્ફે રવિ મહેશ્વરી સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસની કડકાઇના કારણે તાળા-ચાવી બનાવતા કારીગરો તિજોરી કે ઘરના અન્ય લોક ખોલી આપતા નથી, ત્યારે આ બનાવમાં આરોપીઓએ પોતે ભોગ બનનાર યુવાનના મામા છે અને જરૂરી પેપર્સ જોઈએ છે એવું જણાવી ચાવી બનાવનાર સરદારજી પાસે ખોટું ચિત્ર રજૂ કરી તિજોરીનું લોક ખોલાવ્યું હતું અને ૩૨ લાખના રોકડ અને દાગીના મેળવી લીધા હતા.
ત્યારબાદ ગોવા તેમ જ ફેરફાર કરી કોલકત્તા જવાનો પ્લાન બનાવ્યો હતો. એક આરોપી યુવાનની સાથે ગયો હતો જ્યારે બીજો ભુજમાં જ રોકાયો હતો
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
