News of Wednesday, 23rd July 2025
પોરબંદરમાં દીકરીઓને મહિલાલક્ષી યોજનાની જાણકારી

પોરબંદરઃ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ દ્વારા પાતા, માધવપુર અને મૂળમાધવપુર ગામની ગ્રામપંચાયત કચેરી , આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા ખાતે અને ગામોમાં પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતી દિકરીઓની રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી.ત્યારબાદ માધવપુર ગામની પરિશ્રમ શાળા અને નાગાર્જુન પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાંમાધવપુર ના પી.આઈ શ્રી કે.બી. ઠાકરિયાએ શાળાની દીકરીઓને પોલીસની કામગીરી ૧૮૧ અભયમ હેલ્પલાઇન,શી ટીમ અંગે વિસ્તળત માહિતી આપી હતી.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વૂમનના ડીસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટરશ્રી સંધ્યાબેન જોષી દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓની તેમજ કામગીરી વિશે વિસ્તળત માહિતી આપવામા આવી હતી.અને આ તકે સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને યોજનાની માહિતી આપવામા આવી હતી. તે તસવીર
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
