<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

પોરબંદર જિલ્લા ગ્રામ્‍યમાં તમામ જાહેર સુવિધા પહોંચે તેવા સમર્પિત પ્રયાસોઃ પરબતભાઇ

જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્‍યક્ષસ્‍થાને પંચાયત અડવાન્‍સમેન્‍ટ વર્કશોપ યોજાયો

પોરબંદર, તા. ૨૩: જિલ્લામાં પંચાયત, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્‍યક્ષ સ્‍થાને પંચાયત એડવાન્‍સમેન્‍ટ ઇન્‍ડેક્‍સ (PAI) અંતર્ગત વિશેષ વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્‍વપ્નને સાકાર કરવા માટે ગ્રામ્‍ય સ્‍તરે તમામ સુવિધાઓ છેવાડાના વ્‍યક્‍તિ સુધી પહોંચે એ દિશામાં સમર્પિત પ્રયાસો કરવાનાં છે અને લોકો સુખાકારી અને રોજગારીની તકો વધે તે માટે કામ કરવાની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરીએ જણાવ્‍યું હતું કે, સર્વે આધારિત  ક્ષતિઓને ઓળખીને સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તેના નિવારણ માટે કામગીરી હાથ ધરવાની છે.

આ કાર્યક્રમમાં ન્‍યાય સમિતિના ચેરમેન શ્રીમતિ કનકલતાબેન પરમાર, આરોગ્‍ય સમિતિના ચેરમેન મહેન્‍દ્રભાઈ સંતોકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક  રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણી, કે.એન. ચારીવાલા, અગ્રણી  કાળુભાઈ ભુવા, અરસીભાઈ ખુટી સહિતનાં અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.(૬.૧૦)

ABVP મોરબી દ્વારા ઓડિશામાં થયેલી હીંચકારી દુષ્‍કર્મની ઘટના સામે વિરોધ પ્રદર્શન કરાયું: મોરબી, તાજેતરમાં ઓડીસાની એક વિદ્યાર્થીની પર NSUI ના પ્રમુખ દ્વારા રાત્રીભોજનમાં કોલ્‍ડ્રિંક્‍સમાં ડ્રગ્‍સ મેળવી બળાત્‍કાર કરવામાં આવ્‍યો. આ ઘટના વિરુદ્ધ સમગ્ર ભારતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તમામ જિલ્લા કેન્‍દ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા નવા બસ સ્‍ટેન્‍ડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યો હતો.

(1:06 PM IST)