News of Wednesday, 23rd July 2025
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા આયોજિત શ્રાવણી મેળાના માટે સ્થળ તપાસ સાથે નિરીક્ષણ કરતા અધિકારીઓ
કમિશનર ડી.એન.મોદી અને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિત કોર્પોરેશન અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્થળ તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાના આયોજન માટે સ્થળ તપાસ કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી સહિતના અધિકારીઓ અને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્થળ તપાસ કરવામાં આવી હતી.
અને શ્રાવણી મેળા દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સુચારુ આયોજન થાય જેને લઈને અધિકારીઓએ મેળા અને તેના આસપાસના સ્થળની વિઝીટ કરી હતી. (તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
