News of Wednesday, 23rd July 2025
ઇતિહાસ કાર ડો. પ્રધ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ર્ધન એવાર્ડ એનાયત
જૂનાગઢ તા.૨૩: આજકાલ ઇતિહાસ અને સંસ્કળતિના ક્ષેત્રે કામ કરનારા વ્યક્તિઓનો દુકાળ છે.

સમગ્ર ગુજરાતમાં આંગળીના વેઢે ગણાય એટલા જ વ્યક્તિઓ રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જૂનાગઢના ઇતિહાસકાર, સંશોધક, કટારલેખક એવા ડો. પ્રદ્યુમન ખાચરને સંસ્કળતિ સંવર્ધન ૨૦૨૫નો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો. ડો. ખાચર જૂનાગઢમાં ડો. સુભાષ મહિલા કોલેજમાં છેલ્લા ૩૩ વર્ષથી ઇતિહાસના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ જૂનાગઢ સંબંધિત છ પુસ્તકો સમાજને આપ્યા છે અને તમામ પુસ્તકોની યાદી કરવા જઈએ તો ૩૩ પુસ્તકો એમણે સમાજને ચરણે ધર્યા છે.
આ પુસ્તકોની કેટલીક વિગતો દશબાર ઠેકાણે કાયદાકીય લડતોમાં પણ માર્ગદર્શક રહી છે. તેમને સતત લખવું વાંચવું અને તટસ્થ બોલવું એ એમના જીવનનો મંત્ર બની ગયો છે. જૂનાગઢમાં એમણે ઇતિહાસ સંશોધકોના દીવાને બુજાવા નથી દીધો.દેશ દુનિયાના કોઇપણ ખૂણામાં બેઠેલા વ્યક્તિ માટે તેમણે પોતાની યુટયુબ ઉપર પાંચસોથી વધુ મૂલ્યવાન આધારભૂત વિડિયો મૂકયા છે.
આ એવોર્ડ અર્પણ કરતી વખતે માધવપ્રિયદાસજી તથા પી.કે.લહેરી પૂર્વ મુખ્યસચિવ, વી.એસ.ગઢવી પૂર્વ માહિતી નિયામક, કુમારપાળ દેસાઈ, ભાગ્યશ જહા તથા દાતા શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી અને ભગિની દક્ષાબેન પિનાકીન લાલ સોદાગર હાજર રહ્યા હતા.
આ એવોર્ડ સાથે સાથે ભવિષ્યમાં નવા સંશોધકો તૈયાર થતા રહે એટલા માટે તેર વિદ્યાર્થીઓને રૂપિયા ૨૫,૦૦૦ રૂા. ૨૦,૦૦૦ ૧૫,૦૦૦ અને ૫,૦૦૦ના સંશોધન પુરસ્કાર આપી એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલ.
પ્રદ્યુમ્ન ખાચરને આ એવોર્ડ પ્રાપ્ત થવાથી એમના હાથે હજુ વધુને વધુ બમણા તમણાં વેગથી લેખન સંશોધન થતું રહેશે. જે સમાજ સંસ્કળતિ રક્ષકો તથા ઇતિહાસકારોને ભૂલી જાય તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આથી આ જગતને સતત જાગતું ચમકતું અને વિચારતું રાખવાનું કાર્ય આવા વ્યક્તિઓ કરી રહ્યા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
