<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જુનાગઢમાં શુક્રવારથી શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરે ધર્મોત્‍સવ

ભગવાન સ્‍વામીનારાયણના સ્‍વહસ્‍તે પ્રતિષ્‍ઠીત થયેલ સિધ્‍ધેશ્‍વર મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટશેઃ મહાદેવની વૈષ્‍ણવ પરંપરાથી પુજા અર્ચના અભિષેક પાંચ વાર આરતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩: જવાહર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના સ્‍વહસ્‍તે પ્રતિષ્‍ઠીત થયેલ સિધ્‍ધેશ્‍વર મહાદેવ આજે પણ ભકતોની મનોકામના પુર્ણ કરે છે.

રાધારમણ દેવ વહિવટી સમિતીના ચેરમેન પી. પી. સ્‍વામી તથા મુખ્‍ય કોઠારી ધર્મકિશોરદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે ઇચ્‍છાઓ સઘળી ફળે જેને સિધ્‍ધેશ્‍વરની કૃપા મળે છે સવંત ૧૮૮૪ ફાગણવદીને દિવસે ભગવાન શ્રી સ્‍વામિનારાયણે પોતાના હસ્‍તે સિધ્‍ધેશ્‍વર મહાદેવની આરસની આ અતિ ચમત્‍કારીક મુર્તિ પધરાવી હતી અને તેજ દિવસે પાર્વતી ગણપતિ નંદીશ્‍વર સહ ગંગાધર ચંદ્ર મૌલીશ્‍વરની પણ સાથે પ્રતિષ્‍ઠા કરી હતી.

આ ભારત વર્ષમાં અનેક નાના મોટા મંદિરો અને દેવી દેવતાઓની પ્રતિષ્‍ઠા હશે પણ ભારત વર્ષનું આ એકજ એવું મંદિર છે કે જેમની પ્રતિષ્‍ઠા ખુદ સ્‍વામીનારાયણ ભગવાને કરી છે.

તેઓએ વધુમાં જણાવેલ કે આ યુગનો માનવી કંઇને કંઇક આધી વ્‍યાધી અને ઉપાધીમાં પીડીતો રહેલો છે આવી પરિસ્‍થિતિમાં જો માણસને યોગ્‍ય સમાધાન મળે તો કંઇક ચિંતાજનક સ્‍થિતિમાં મુકાય છે ત્‍યારે ભગવાન શ્રી સ્‍વામિનારાયણે ભકતોને ત્રિવીધ તાપ નિવારવા સાત્‍વિક શ્રધ્‍ધા પ્રસ્‍થાપિત કરી અને સિધ્‍ધેશ્‍વર મહાદેવને છાતી ઉપર હાથ રાખીને પ્રતિષ્‍ઠા વખતે એવો પવિત્ર સંકલ્‍પ કર્યો કે તમારૂ઼ નામ અમે સિધ્‍ધેશ્‍વર મહાદેવજી રાખીએ છીએ તમો અમારા બધા ભકતોની મનોકામના સિધ્‍ધ કરજો.

વાત વિચારવા જેવી તો ત્‍યાં છે કે વિશ્‍વભરમાં જેટલા પ્રતિષ્‍ઠિત દેવો છે જેવા કે તિરૂપતિ બાલાજી છે ભગવાન જગન્‍નાથજી છે દ્વારકાધીશ છે તો ત્‍યાં પણ આપણે શ્રધ્‍ધાથી જોડાયા છીએ ત્‍યારે આ તો ખુદ ભગવાને પધારવેલ મુર્તિઓ કેટલી પ્રતાપી હોય સમગ્ર વિશ્‍વમાં આ એકજ સિધ્‍ધેશ્‍વર મહાદેવજી છે કે તેમની વૈષ્‍ણવી પરંપરાથી પુજા અર્ચન અભિષેક અન્‍નકુટ પાંચ વાર આરતી વગેરે થતા હોય દર શ્રાવણ મહિનામાં અહીં લાખોની સંખ્‍યામાં બિલ્‍વપત્રો ચડાવે છે વૈશાખ મહિનાના ચાર સોમવારે બહુજ વિધી પુર્વક ક્ષોડશોપરચાર પુજન અર્ચન અભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રીના પર્વના દિવસે પણ રૂદ્રાભિષેક મહાપુજા થાય છે.

આજે હજારો ભકતોની મનોકામના સિધ્‍ધ કરેલ છે તેવા આ સિધ્‍ધેશ્‍વર મહાદેવ નિસંતાન હોય તેને દિકરા આપે છે અહીં એવી પરંપરા છે જેને દિકરા-દિકરીની ખોટ હોય મહાદેવજી પાસે આવી નિર્મળ ભાવે પ્રાર્થના કરે તેને સંતાન પ્રાપ્‍ત થાય છે અને એ બાળકને મહાદેવજી આગળ સાકર અથવા ગોળથી બાળકના વજન ભારોભાર જોખાવી માનતા પુરી કરે છે. ઘણાના રોગો દાદાના સંકલ્‍પ માત્રથી જાય છે.

આવા પ્રતાપી સિધ્‍ધેશ્‍વર મહાદેવજી દેશ વિદેશના હજારો હરિભકતોની શ્રધ્‍ધાનું કેન્‍દ્ર છે અને શ્રાવણ માસમાં મહાદેવના દર્શને લોકોની ખુબ ભીડ રહે છે.

શુક્રવાર શ્રાવણ માસના પ્રારંભથી શિવપુજન મુર્તિમંત અભિષેક તા. ર૮ સોમવાર તા. ૪ ઓગષ્‍ટ સોમવાર તા. ૧૧ ઓગષ્‍ટ સોમવાર તા. ૧૮ સોમવાર તા. ર૧ ગુરૂવાર (શિવરાત્રી અને તા. ર૩ ઓગષ્‍ટ શનિવારે અમારસ શિવપુજન)નો જે ભાવિકો લાભ લેવા ઈચ્‍છતા હોય તેમણે મો. નં. ૯૮૭૯પ પ૧૬૮૦ ઉપર સંપર્ક સાધવા પ્રફુલભાઇ કાપડીયાએ જણાવ્‍યું છે.

(1:13 PM IST)