<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ભારતમાં નયારા એનર્જીનો રૂ.૭૦,૦૦૦ કરોડના રોકાણ સાથેનો વિસ્‍તરણ પ્રોજેક્‍ટ

ગુજરાતની વિકાસગાથામાં અમૂલ્‍ય યોગદાન આપવાનું ગૌરવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા.ર૩,: ભારતમાં નયારા એનર્જી તેના રૂ. ૭૦,૦૦૦ કરોડના વિસ્‍તરણ પ્‍શ્રોજેક્‍ટ સાથે આગળ વધી રહી છે અને ગુજરાતની વિકાસગાથામાં અમૂલ્‍ય યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે. નયારા એનર્જી ભારતમાં કાયદા અને નિયમનોનું સંપૂર્ણ પાલન કરે છે. એક ભારતીય કંપની તરીકે અમે દેશની ઊર્જા સુરક્ષાને ટેકો આપવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે દ્રઢપણે સમર્પિત છે. અમારી સંસ્‍થા ભારતીય કાયદા પ્રમાણે ચાલે છે અને અમે દેશના ઊર્જા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં મહત્‍વપૂર્ણ પ્રદાતા તરીકે ગર્વભેર કામ કરીએ છીએ.

અમારી કામગીરીઓ ભારતની રાષ્‍ટ્રીય પ્રાથમિકતાઓ સાથે ઘનિષ્ઠપણે સંલગ્ન છે. દેશની કુલ રિફાઇનિંગ ક્ષમતાના લગભગ ૮ ટકા, ભારતના રિટેલ પેટ્રોલ પંપ નેટવર્કના ૭ ટકા અને પોલીપ્રોપિલિન ક્ષમતાના અંદાજિત ૮ ટકા જેટલું યોગદાન આપવા ઉપરાંત સમગ્ર દેશના ૫૫,૦૦૦થી વધુ પ્રત્‍યક્ષ અને પરોક્ષ કર્મચારીઓને નોકરી આપીને નયારા એનર્જી ભારતની ઊર્જા સુરક્ષામાં મહત્‍વના સ્‍થાને રહે છે. સ્‍થાનિક ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, નોકરીઓના સર્જનમાં અમારા હાલ ચાલી રહેલા રોકાણો તથા પેટ્રોકેમિકલ્‍સ અને રિટેલ નેટવર્ક વિસ્‍તરણમાં સતત રોકાણો ભારતના વધી રહેલા બજાર પ્રત્‍યે અને ઊર્જાની બાબતે આત્‍મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દેશની મહત્‍વાકાંક્ષાને આગળ લઈ જવા માટે અનન્‍ય પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતમાં, ભારત માટે અમારું વિઝન અમારી કામગીરીના દરેક પાસામાં કેન્‍દ્રસ્‍થાને છે. આ સિદ્ધાંતને સંલગ્ન રહેતા અમે ભારતના સૌથી મોટા ખાનગી ફયુઅલ રિટેલ નેટવર્ક, સંસ્‍થાકીય વેચાણ તથા અન્‍ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) સાથે ભાગીદારીઓ દ્વારા સ્‍થાનિક બજારમાં મુખ્‍યત્‍વે સેવાઓ પૂરી પાડીએ છીએ.  તમામ સ્‍થાનિક કામગીરીઓ સહિત અમારા વ્‍યવસાયના દરેક પાસાં સામાન્‍ય મુજબ જ ચાલુ છે. અમે તમામ વ્‍યવસાયિક ક્ષેત્રોમાં સરળ સાતત્‍ય અને સ્‍થિરતા સુનિヘતિ કરવા માટે વ્‍યાપક પગલાં લીધાં છે. અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમારા દૈનિક કાર્યોમાં અથવા અમારા લાંબા ગાળાના વ્‍યૂહાત્‍મક ઉદ્દેશ્‍યોમાં કોઈ વિક્ષેપ ન આવે. વધુમાં, અમે દ્રઢપણે માનીએ છીએ કે નયારા એનર્જીના હિતોને કોઈ અસર થશે નહીં, અને અમે અમારા હિસ્‍સેદારોને મૂલ્‍ય પૂરું પાડવા માટેના અમારા સમર્પણમાં અડગ રહીએ છીએ.

ભારતીય કંપની નયારા ભારતમાં છે અને ભારત માટે છે. તે દેશની વધતી જતી ઊર્જાની માંગને પૂર્ણ કરવા માટે ખૂબ જ ્‌પ્રેરિત અને પ્રતિબદ્ધ છે. અમે ભારતની ઊર્જા જરૂરિયાતો માટે એક મજબૂત ભાગીદાર બનવામાં માનીએ છીએ અને દેશની વપરાશની માંગને પૂર્ણ કરવાનું ચાલુ રાખીશું. નયારા એનર્જી અવિરત ઊર્જા પુરવઠો સુનિヘતિ કરવા અને રાષ્‍ટ્રના વિકાસ તથા સમળદ્ધિમાં યોગદાન આપવા માટે સમર્પિત રહે છે.(

(10:08 PM IST)