<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

પોરબંદરમાં કરોડોની વ્‍યાજખોરીના ગુન્‍હામાં હિરલબાનો વધુ એક સાગરિત ગાંધીનગરમાંથી ઝડપાયો

પઠાણી વ્‍યાજની ઉઘરાણી માટે એનકેન પ્રકારે ડરાવીને ધમકીઓ અપાતી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. કરોડોની વ્‍યાજખોરીના ગુન્‍હામાં હિરલબા જાડેજાના વધુ એક સાગરિત હિરેન ઉર્ફે પુની બાલુભાઇ ઓડેદરા રહે. હાલ દહેગામ ગાંધીનગર અને મૂળ  એરડા ગામ પોરબંદર વાળાને પોલીસે ગાંધીનગરમાંથી પકડી લીધો છે.

 શહેરના એ.એસ.પી. શ્રી સાહિત્‍યા વી. તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. આર.સી.કાનમીયા  માર્ગદર્શન  હેઠળ કમલાબાગ પોલીસ સ્‍ટેશનએ  ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૫), ૩૫૧(૩), ૩૫૨, ૧૨૭(૨), ૫૪ તથા નાણાં ધીરનાર કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી) મુજબનો ગુન્‍હો  અન્‍વયે કમલાબાગ પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ પો.હેડ કોન્‍સ. એન.ટી.ભટ્ટ તથા સી.જી.મોઢવાડીયા તથા પો.કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહનાઓને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી સયુંકત બાતમી મુજબ આ  ગુન્‍હાનો આરોપી હિરેન ઓડેદરા ગાંધીનગર જીલ્લાના દહેગામ ખાતે હોય આ  જગ્‍યાએ જઈ તપાસ કરતા આરોપી હિરેન ઉર્ફે પુની બાલુભાઇ ઓડેદરા ઉં.વ.૩૯, રહે.  દહેગામ, ગાંધીનગરવાળાને મુળગામ-એરડા, પોરબંદરવાળો મળી આવતા પુછપરછ કરી કમલાબાગ પોલીસ સ્‍ટેશન લાવી આ ગુન્‍હાના કામે આગળની કામગીરી કરેલ છે.

કરોડોની વ્‍યાજખોરીમાં હિરલબાના સાગરિત હિરેન ઓડેદરાને પકડવાની કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્‍ટેશન પોલીસ ઇન્‍સપેકટર  આર.સી.કાનમીયા  તથા સર્વેલન્‍સ પો.સબ.ઈન્‍સ. એ.એ.ડોડીયા  તથા સર્વેલન્‍સ સ્‍કવોડના એ.એસ.આઈ એસ.એ.બકોત્રા તથા પો.હેડ કોન્‍સ. એન. ટી.ભટ્ટ તથા બી.પી.માળીથા તથા સી.જી.મોઢવાડીયા તથા એસ.એમ.જાંબુચા તથા પો.કોન્‍સ સાજન રામશીભાઇ તથા સુરેશ કીશાભાઇ તથા વિજય ખીમાભાઇ તથા દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહ તથા વુ.પો.કોન્‍સ. દક્ષાબેન ગીજુભાઇ વિગેરે પોલીસ સ્‍ટાફ  જોડાયેલ હતા.

(1:18 PM IST)