<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવો-ભારે વરસાદ

સવારથી વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ વતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ, તા. ર૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લધુતમ તાપમાન ર૬.પ સે.ગ્રે., મહતમ તાપમાન ૩ર.પ સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૮૭ ટકા, પવનની ગતિ ૮.૮ કિ.મી. રહી છે.

(1:23 PM IST)