News of Wednesday, 23rd July 2025
પોરબંદરનો સોરાષ્ટ્રનો બીજા નંબરનો જન્માષ્ટમી લોકમેળો મોંઘો બનશે
ચકડોળ અને સ્ટોલના અપસેટ ભાડામાં ૧૦ થી ૧૦૦ ટકા વધારોઃ ૧૮ ટકા જીએસટી અલગઃ ભાવ બાંધણુ કરવા માગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: નવરચિત મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળામાં ચકડોળ અને સ્ટોલની ફાળવણીમાં હરરાજી સીસ્ટમ દાખલ કરાઇ છે. આ લોક મેળામાં ચકડોળ અને સ્ટોલના અપસેટ ભાડાંમાં ૧૦થી૧૦૦ ટકા વધારો કરાયો છે જેને કારણે જે વેપારીઓને સ્ટોલ કે ચકડોળ ફાળવણી કરાશે જેને લીધે સ્વાભાવિક લોકોની પાસે વધુ ભાવ લ્યે તેવી શકયતા છે વેપારીઓ આ લોક મેળો આ વખતે મોઘો મેળો બને તેમ જણાય છે.
મહાનગરપાલિકા તંત્ર લોક મેળોએ લૂંટ મેળો ન બની જાય તે માટે લોકમેળામાં દરેક વસ્તુઓ, ખાદ્ય ચીજ વસ્તુઓ અને રાઇડસમાં ભાવ બાંધણું કરે તેવી માગણી ઉઠી છે. લોક મેળામાં ચકડોળ અને સ્ટોલના ભાડાં ઉપર ૧૮ ટકા જીએસટી લાગશે જેના કારણે ચકડોળ અને સ્ટોલ માટે જગ્યા રાખવાનું મોંઘુ પડશે. જેના કારણે લોકમેળામાં ભાવ બેકાબુ બને તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
ચકડોળ અને સ્ટોલ ફાળવણી માટે અપસેટ કિંમતમાં વધારો તે સંબંધે આ વખતે ‘‘કવર'' ની રકમમાં વધારો કર્યો છે કે કેમ? તેવી ગુપ્ત ચર્ચા ઉપડી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
