News of Wednesday, 23rd July 2025
જામનગર જીલ્લા બેન્કની વાર્ષિક સાધારણ સભા જીતુભાઇ લાલની અધ્યક્ષતામાં યોજાઇ
બેન્કનું સુકાન સંભાળ્યુ ત્યારથી રૂા. ર૪૭.૦૦ કરોડની ડિપોઝીટમાં વધારોઃ ર૦ હજાર નવા ખાતાઓ ખોલ્યાઃ લોનના વ્યાજદરમાં ઘટાડા સહિતની કામગીરી વેગવંતીઃ જીતુભાઇ લાલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩: ધી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ની વર્ષ ૨૦૨૫ ની ૬૬ મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન જીતુભાઈ લાલના અધ્યક્ષ સ્થાને ગત તા.૨૯-૦૬-૨૦૨૫ રવિવારના રોજ જામનગ૨ના ઓશવાળ સેન્ટરના બેન્કવેટ હોલમાં બોલાવવામાં આવેલ હતી. આ વાર્ષિક સાધારણ સભા ગુજરાત રાજયના સહકારી કાયદા તથા મધ્યસ્થ સરકારના બેંકીંગના નિયમ ધોરણના કાયદાના પ્રબંધો અનુસાર રાખવામાં આવેલ હતી.
બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) ની અનુમતીથી બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એકઝીકયુટીવ ઓફીસર અલ્પેશભાઈ મોલિયા દ્વારા આ સાધારણ સભાની કાર્યવાહી સભાના એજન્ડા પ્રમાણે હાથ ઘરવામાં આવેલ હતી.
સભાના એજન્ડા પ્રમાણે બેંકની બોર્ડ મીટીંગમાં બેંકની આખા વર્ષની કામગીરી સબબ સહકારી કાયદા પ્રમાણેના કરવાના થતાં જરૂરી અને અગત્યના ઠરાવોનું સાધારણ સભાના સભ્યોનું અનુમોદન અને બહાલી લેવા માટે વાંચન કરવામાં આવેલ અને તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી આપી હતી.
આ ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના ડાયરેકટર અને રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા તથા બેંકના ડાયરેકટર અને ધારાસભ્ય હેમતભાઈ ખવાનું સ્વાગત બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુભાઈ લાલ) દ્વારા ફુલહાર, હાલારી પાઘડી પહેરાવી મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ. બેંકના વાઈસ ચેરમેનશ્રી બળદેવસિંહ પી. જાડેજા તથા ડાયરેકટરશ્રીઓ જીવણભાઈ કુંભરવડીયા, પ્રવિણસિંહ ઝાલા, મેરગભાઈ ચાવડા, લુણાભા સુમણીયા, રાજેશભાઈ વાદી તથા પ્રોફેશનલ ડીરેકટર જીગરભાઈ આર. કુંડલીયા, હસમુખભાઈ એમ. મોલીયા તથા જયંતિભાઈ ડી. નકુમ અને પૂર્વ ચેરમેનશ્રીઓ, પૂર્વ ડાયરેકટરશ્રીઓ, ગુજકોમાસોલના ડાયરેકટરો, જીલ્લિા સંઘના ચેરમેન, તાલુકા સંઘોના ચેરમેનો, દુધ સહકારી મંડળીઓના ચેરમેનોનું સ્વાગત બેંકના ઓફીસર્સ દ્વારા કરવામાં આવેલ હતું.
બેંકના ઈન્ચાર્જ જનરલ મેનેજર અને ચીફ એક્ઝીકયુટીવ ઓફીસર અલ્પેશભાઈ મોલિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ હતું.
જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે આ વાર્ષિક સાધારણ સભાના બેંક સભ્યો જોગ બેંકને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ ની વહીવટી અને નાણાંકીય કામગીરીઓ તેમજ આગામી વર્ષોમાં વિકાસ અને પ્રગતિ અંગે જાણકારી આપેલ હતી.
જયારથી મેં બેંકનુ સુકાન સંભાળ્યું છે ત્યારથી લઈ આજદિન સુધીમાં રૂા. ૨૪૭.૦૦ કરોડની ડીપોઝીટનો વધારો કરેલ છે તેમજ નવા ૨૦,૦૦૦ જેટલા એકાઉન્ટ ખોલ્યા જેનાથી CASA ડીપોઝીટ એટલે કે કુલ ડીપોઝીટની ૬૬ ટકા ડીપોઝીટ લો-કોસ્ટ છે. આ સભામાં આભાર દર્શન બેંકના સીઇઓ/જનરલ મેનેજર અલ્પેશ મોલિયાએ કરેલ હતું અને ત્યારબાદ સૌએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
