<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

વાંકાનેર ચોકડીએ રસ્‍તાની બંને સાઇડ પડેલા બીનવારસી વાહનો હટાવી રસ્‍તો ખુલ્લો કરાયો

ડીસીપી પૂજા યાદવની રાહબરીમાં પીઆઇ એમ. જી. વસાવા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેર પોલીસની હદની વાંકાનેર ચોકડી ખાતે રસ્‍તાની બંને બાજુ લાંબા સમયથી ટ્રાફિકને અડચણરૂપ વાહનો પડયા હોઇ તે વાહન વ્‍યવહારમાં નડતરરૂપ થતાં હોઇ આ રસ્‍તો ખુલ્લો કરવાની સુચના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી પટેલ દ્વારા અપાતાં પીઆઇ એમ. જી. વસાવા અને ટીમે વાંકાનેર ચોકડી ખાતે રસ્‍તાની બંને બાજુના વાહનો દૂર કરાવી હાઇવે ખુલ્લો કરાવ્‍યો હતો. આને કારણે હવે ટ્રાફિકની સમસ્‍યાનો ઘણે અંશે ઉકેલ આવશે. આ સ્‍થળે વાહન ચેકીંગ પણ કરાયું હતું અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થઇ હતી. તેમ ઉત્તર વિભાગના પીઆઇ એમ. જી. વસાવાએ જણાવ્‍યું હતું.

 

(2:51 PM IST)