News of Wednesday, 23rd July 2025
ગોંડલના લોકોના પ્રશ્નોનું તત્કાળ નિરાકરણ કરતા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા
કુલદીપસિંહ જાડેજા અને શ્રીજી સોસાયટીના રહીશોએ ગણેશભાઈનો આભાર વ્યક્ત કર્યો : અંગત, પારિવારિક કે સામાજિક સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : ગોંડલ શહેર તેમજ તાલુકાના લોકોના અંગત, પારિવારિક કે સામાજિક પ્રશ્નોનું તત્કાળ નિરાકરણ જ્યાં થતું હોય, તે સ્થાન એટલે યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા. નાની ઉંમરમાં જ લોકોના હૃદયમાં સ્થાન જમાવી ચૂકેલા ગણેશભાઈ, લોકોની સમસ્યાઓ સાંભળીને સ્થળ પર જ તેના ઉકેલ માટે જાણીતા બન્યા છે.
શ્રીજી રેસિડેન્સીના રહીશોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ
શહેરની શ્રીજી રેસિડેન્સીના રહીશોના સ્થાનિક પ્રશ્નો બાબતે કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) અને સોસાયટીના અન્ય રહેવાસીઓએ યુવા અગ્રણી ગણેશભાઈને રજૂઆત કરી હતી. ગણેશભાઈએ તત્કાળ કાર્યવાહી કરીને તમામ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં મદદ કરી હતી. તેમણે સોસાયટીના રહીશોને ખાતરી પણ આપી હતી કે તેઓ હંમેશા દરેક પરિસ્થિતિમાં તેમની સાથે છે.
શ્રીજી સોસાયટીના રહીશોના પ્રશ્નોના સુખદ નિરાકરણ બદલ સ્થાનિક આગેવાન કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) તેમજ સમગ્ર સોસાયટીના રહેવાસીઓએ યુવા અગ્રણી ગણેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ગણેશભાઈ જાડેજાની લોકપ્રિયતા અને લોકોના કાર્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
