<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

રાણાવાવના રાણા બોરડી ગ્રામ પંચાયતમાં વિકાસના નામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ

છેલ્લા 25 વર્ષથી સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોનું કૌભાંડ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ફરીયાદ

પોરબંદરઃ રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગ્રામપંચાયતની ગ્રાન્ટ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં રાણા બોરડી ગ્રામપંચાયતમાં છેલ્લા 25 વર્ષ દરમિયાન વિકાસના નામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે કે, રાણાવાવ તાલુકાની રાણા બોરડી ગ્રામપંચાયતમાં છેલ્લા 25 વર્ષથી સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોનું કૌભાંડ થઈ રહ્યું છે. આ મામલે ફરીયાદીઓનું સ્પષ્ટ વલણ છે કે, નિષ્પક્ષ તપાસ નહીં થાય તો ન્યાય પાલિકાનાં દરવાજા ખુલ્લા જ છે. 

સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટું કૌભાંડ થવાની શક્યતા છે. જેમ કે, 14મા નાણાપંચ, 15મા નાણાપંચ, 16મા નાણાપંચમાં સરકારે ફાળવેલી ગ્રાન્ટ અને ગટરલાઇન, પાણી, રોડ, પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યોનો પણ ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વ્યક્તિગત લાભ માટે જિલ્લા પંચાયત નાગરિક ગ્રાન્ટ, જિલ્લા આયોજન બોર્ડ, DMF ગ્રાન્ટ, સ્વચ્છતા અભિયાન ગ્રાન્ટ, ઓક્ટ્રોય ગ્રાન્ટ, પર્ફોર્મન્સ ગ્રાન્ટ, ગ્રામ સભા ગ્રાન્ટ, ATVT ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, ગ્રામ સડક યોજના અને સમરસ ગામ યોજના, જ્યોતિ ગ્રામ યોજના વગેરે જેવા સરકાર તરફથી મળતા લાભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

 


 

(7:33 PM IST)