<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સંસ્થા દ્વારા આખો શ્રાવણ માસ બપોરે ફરાળ મીઠાઈ જમાડવાનું આયોજન.

સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને ઠંડી છાસ તથા સાંજે કઢી ખિચડીનું ભોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  અત્યંત પવિત્ર ગણાતા શ્રાવણ માસ ની શરૂઆત  આ વર્ષે 25 જુલાઈ થી થઈ રહી છે આ પવિત્ર મહિનાનો પ્રારંભ થતા જ માતૃ શ્રી વિરબાઈમાં માનવ સેવા તથા ગૌ સેવા હસ્તે ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ  આખો શ્રાવણ મહિનો મોરબીની  સિવિલ હોસ્પિટલમાં દરરોજ બપોરે ફરાળ સાથે સ્વીટ અને ઠંડી છાસ તથા સાંજે કઢી ખિચડીનું ભોજન

શ્રી મતિ માલાબેન જીતેન્દ્ર ભાઈ કક્કડના સહયોગ થી જમાડવા માં આવશે
એવું માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અને સંચાલક અલ્પા બેન કક્કડ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે

(8:08 PM IST)