<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

કાલાવડ તાલુકાના છતર ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ ખાતર પાડયું

૪૫,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયાઃવિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા બે લેપટોપ અને એક ટેબલેટની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ

 જામનગર,તા.૨૩

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી અને અંદરથી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાખેલા બે લેપટોપ અને એક ટેબલેટની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલી પ્રાથમિક શાળા કે જેમાં ગત ૨૮.૧૦.૨૦૨૪થી ૧૭.૧૧.૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન શાળામાં પ્રવેશ મેળવી લીધો હતો, અને કબાટમાં રાખેલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટેના બે નંગ લેપટોપ તેમજ એક નંગ ટેબલેટ સહિત કુલ રૃપિયા ૪૫,૦૦૦ની માલમતાની ચોરી કરી લઈ ગયા હતા.

ઉપરોક્ત ચોરીના બનાવ અંગે પ્રાથમિક શાળાના કર્મચારી શિલ્પાબેન અરવિંદભાઈ ચૌહાણ એ પોલીસ ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ આર.બી. ઠાકોર અને તેઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૃ કરાઇ છે

(10:05 PM IST)