<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

માળીયા (મી) પોલીસે ત્રણ મહિનાથી નાસતા ફરતા પ્રોહીબીશનના આરોપીને ઝડપી પાડ્યો.

આરોપી રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાજવા ગામનો રહેવાસી: અગાઉ પણ પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લાના માળીયા (મી) પોલીસ સ્ટેશનની ટીમે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપી બહાદુરસિંગ મોહનસિંગ રાવત (રાજપૂત)ને ખાનગી બાતમીના આધારે આરામ હોટેલ પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રાજવા ગામનો રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપી અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.


 

(10:52 PM IST)