<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોરબીમાં ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિનની ઉજવણી નિમિતે વિશ્વકર્માનું પૂજન

નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પૂજન – અર્ચનનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિન નિમિત્તે નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પૂજન – અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા, લિબાચીયા સહીત અધિકારીઓએ હાજરી આપી હતી અને શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન સ્થાનીક અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર, સુખદેવસિહ જાડેજા, માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


 

(11:21 PM IST)