News of Thursday, 24th July 2025
ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર એન.કે. મીના એક્શન મોડમાં: અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 79ની બદલીઓના હુકમ
કાર્યપાલક ઈજનેર રવિ લીમ્બોલાની બદલી:સોલિડ વેસ્ટનો ચાર્જ ફાલ્ગુન શાહ પાસેથી લઇને સૂર્યદીપસિંહ ગોહિલને જવાબદારી સોંપાઇ :એક અધિકારીને પ્રમોશન પણ અપાયું

ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર એક્શન મોડમાં આવ્યા છે. અધિકારી અને કર્મચારીઓ સહિત 79ની બદલીઓ કરવામાં આવી છે. ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પાયે વિવાદ અને પ્રશ્નોથી ઘેરાયેલી મનપાઅધિકારીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. કમિશ્નર એન.કે. મીના દ્વારા અધિકરીઓની બદલીના હુકમો કરાયા છે.
ભાવનગર મહાનગર પાલિકામાં મોટા પાયે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં વહીવટી સરળતા માટે વર્ગ 2 અને 3ના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે. 9 સિનિયર ક્લાર્ક, 28 જુનિયર ક્લાર્ક, 17 અધિક મદનીશ અધિકારીની બદલી, 11 ટેક્નિકલ આસિસ્ટન્ટ, 3 કાર્યપાલક ઈજનેર, 5 નાયબ કાર્યપાલકની બદલી, 4 વહીવટી અધિકારી, 1 એસ્ટેટ અધિકારી, 1 ગાર્ડન સુપ્રીટેન્ડન્ટની કરાઈ બદલી કરાઈ છે ,
લાંબા સમયથી રોડ વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર રવિ લીમ્બોલાની બદલી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટનો ચાર્જ ફાલ્ગુન શાહ પાસેથી લઇને સૂર્યદીપસિંહ ગોહિલને જવાબદારી સોંપાઇ છે. આ સાથે એક અધિકારીને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. ભાવનગર કમિશનર દ્વારા બદલીઓના ઓર્ડર જારી કરી ધરખમ ફેરફાર કરાતા મહાનગર પાલિકામાં સુચારુ વહીવટ, લોકોના પ્રશ્નો અને વિકાસ અર્થે નક્કર કામગીરી થશે તેવી આશા જાગી હોય તેવું લાગી રહ્યું છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
