<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

હરીયાણાના પુર્વ ધારાસભ્ય નેફ સિંહ રાઠી હત્યા પ્રકરણમાં ફરારી સાંગવાન ગેંગના આરોપી શુટરોનો બોગસ પાસપોર્ટ બનાવી આપનાર આરોપીને પકડી લેતી SOG દેવભૂમિ દ્વારકા

ચારેક મહિનાથી અલગ અલગ જગ્યાઓ બદલી નાસતા ફરતા આરોપી જામ ખંભાળીયા આવ્યો હોવાની બાતમીના આધારે ઝડપી લેવાયો

જામ ખંભાળીયા :અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તથા નિતેશ પાંડેય દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગંભરી ગુન્હાઓ આચરી નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સપેક્ટર એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાનાઓને સુચના તથા જરૂરી માર્ગદર્શન આપેલ હતુ.

    જે અન્વયે તપાસમાં હોય દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, પોલીસ હેડ કોન્સ. કિશોરસિંહ ભગુભા જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી જાહીર અબ્બાસ સ/ઓ રફુદ્દીન અબ્દુલ કાદિર કાલીયા (રહે.સંજાણ બંદર, તા.ઉમરગામ, જિ.વલસાડ વાળો ) હરીયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના નાગલ ચૌધરી, પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.નંબર ૦૦૨૭/૨૦૨૫ આઇ.પી.સી. કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, અને પાસપોર્ટ એક્ટ ૧૨(૧) મુજબના ગુન્હાના કામે છેલ્લા ચારેક મહીનાથી અલગ અલગ જગ્યાઓ બદલી નાસતો-ફરતો હોય અને હાલ આ આરોપી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયા ખાતે કોઇ કારણોસર આવેલ છે.

    ઉપરોક્ત હકીકત અધારે વધુ માહીતી એકત્રીત કરતા ઉપરોક્ત ગુન્હાની તપાસ એસ.ટી.એફ. (સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ) હરીયાણા દ્વારા કરવામાં આવી રહેલ હોય જેથી હકીકત અંગે વિગતવાર જાણ કરવામાં આવેલ તેમજ આરોપી અંગે ટેક્નીલક અને હ્યુમન સોર્સ મારફતે હિલચાલ અંગે નઝર રાખવામાં આવેલ, એસ.ટી.એફ. હરીયાણાની ટીમ દેવભૂમિ દ્વારકા ખાતે આવી જતા જોઇન્ટ ઓપરેશન હાથ ધરી આરોપી જાહીર અબ્બાસ સ/ઓ રફુદ્દીન અબ્દુલ કાદિર કાલીયા જાતે. સુન્ની મુસ્લીમ (ઉ.વ.૪૯ ) ધંધો. ઇલેક્ટ્રીસીયન (રહે. સંજાણ બંદર, મસ્જીદ ફળીયા, કુવાની બાજુમાં, તા. ઉમરગામ, જિ.વલસાડ વાળા) ને હકીકત વાળી જગ્યાએથી પકડી પાડવામાં આવેલ અને વધુવિગતો મેળવાવા પુછપરછ હાથ ધરવામાં આવેલ પુછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તા.૨૫/૦૨/૨૦૨૪ ના રોજ હરીયાણાના પુર્વ MLA અને વર્તમાન ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ નેફ સિંહ રાઠી ની કોન્ટ્રાક્ટ કિલીંગ મારતે અજાણ્યા શુટરો દ્વારા ગળીઓ મારી જાહેરમાં હત્યા નીપજાવવામાં આવેલ હતી અને આ કેસની તપાસ સી.બી.આઈ. તથા હરીયાણા એસ.ટી.એફ. દ્વારા કરવામાં આવી રહેલ છે, જે તપાસમાં આ હત્યા યુ.કે. બેઇઝ્ડ ઓર્ગેનાઇઝ્ડ કોન્ટ્રાક્ટ કિલીંગ ગેંગના મુખ્ય સુત્રધાર આરોપી કપીલ સાંગવાન દ્વારા તેની ગેંગના શુટરો (૧) અતુલ રાજેશકુમાર સાંગવાન (રહે. દાદાભાઈ વોર્ડ નં.૦૬, ખેડી જાટ જિ.જજ્જર )તથા (૨) નકુલ સાંગવાન (રહે.સીરોહી ભાલી ગામ, જી.મહેન્દ્રગઢ વાળા )મારફતે આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલ હોવાનુ જાહેર થયેલ ઉપરોક્ત આરોપીઓએ હત્યાનો ગુન્હો આચરતા પહેલાના થોડા દિવસો અગાઉ હત્યા કરી અને વિદેશ ફરાર થવા માટે ગુજરાતના તથા મહારાષ્ટ્રના અલગ અલગ પાસપોર્ટ એજન્ટો મારફતે બનાવટી દસ્તાવેજ આધારે પાસપોર્ટની પ્રક્રીયા કરી આરોપી નં.(૧) અતુલ રાજેશકુમાર સાંગવાન એ યશ સોલંકી તથા નં.(૨) નકુલ સાંગવાન એ દિપક સોલંકી નામનો બોગસ પાસપોર્ટ મેળવી લીધેલ હતો.

આ અગાઉ સદરહુ આરોપી જાહીર અબ્બાસ સ/ઓ રફુદ્દીન અબ્દુલ કાદિર કાલીયા જાતે. સુન્ની મુસ્લીમ ઉ.વ.૪૯ ધંધો. ઇલેક્ટ્રીસીયન રહે. સંજાણ બંદર, મસ્જીદ ફળીયા, કુવાની બાજુમાં, તા. ઉમરગામ, જિ.વલસાડ વાળો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૪૧૦૭૦/૨૦૨૪, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૬૧(૨), ૨૩૪, ૩૩૬ (૨), ૩૩૬(૩), ૩૩૭, ૩૩૮,૩૪૦(૨) મુજબના ગુન્હાના કામે પાસપોર્ટ એજન્ટ તરીકે અટક કરવામાં આવેલ હતો.

(12:08 AM IST)