તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 24th July 2025
આટકોટ ગામની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી

આટકોટઃ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદએ આટકોટ ગામની અચાનક મુલાકાત કરી હતી જેમાં નવા બનેલા જુના પીએચસી ની મુલાકાત કરી હતી. જસદણ તાલુકા સ્વાગત કાર્યક્રમની મીટીંગ બાદ જસદણની સબ હોસ્પિટલની મુલાકાત કરી બે આંગણવાડીની વિઝીટ કરી પી એચ સી ની મુલાકાત કરી હતી. આટકોટ ગ્રામ પંચાયતની મુલાકાત કરી હતી તેમજ વીરનગરની બે આંગણવાડી વિઝીટ કરી હતી એની સાથે જસદણના ટીડીઓ પાર્થરાજસીહ પરમાર, વી બી માંડલીયા, આરોગ્ય વિભાગનાં ડો સી કે રામ સાથે રહ્યા હતા તેમજ આટકોટ કૈલાસનગર વિસ્તારોમાં ચાલતાં કામગીરીની વિઝીટ કરી હતી ગામનાં સરપંચ કાનાભાઇ ખોખરીયા, ઉપસરપંચ નિલેશભાઈ જોટંગીયા, તલાટી મંત્રી અનિલભાઈ લાઢવા સહિત ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ કરશન બામટા આટકોટ)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
