તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Thursday, 24th July 2025
જસદણ ભાજપના અગ્રણી સોનલબેન વસાણી દ્વારા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું સ્વાગત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૩: જસદણ ભાજપના મહિલા અગ્રણી સોનલબેન વસાણીએ તાજેતરમાં રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણનું સ્વાગત કર્યું હતું.
જસદણ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તથા રઘુવીર સેનાના સૌરાષ્ટ્ર કચ્છના સુપ્રીમો એવા સોનલબેન વસાણીએ તાજેતરમાં રાજકોટ ખાતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણને રાજકોટ એરપોર્ટ ઉપર રાખડી બાંધી હતી.
શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મધ્યપ્રદેશમાં રામપાલજી ચૂંટણી લડતા હતા. રામપાલજી જે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા તે બેઠક ઉપર મોટા પ્રમાણમાં રઘુવંશીઓ મતદાર હતા. આ બેઠક ઉપર સોનલબેન વસાણી ગુજરાત ભાજપમાંથી ખાસ ચૂંટણી પ્રચારમાં મધ્યપ્રદેશ ગયા હતા. ત્યારબાદ અવારનવાર શિવરાજજીના પરિવાર અને રામપાલજીના પરિવાર સાથે સોનલબેન વસાણીના પારિવારિક સંબંધો બંધાયા હતા.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના પત્ની સાધનાબેન શિવરાજસિંહ ચૌહાણ સાથે પણ સોનલબેનને આત્મીયતા નાતો છે. રાજકોટ એરપોર્ટ ખાતે સોનલબેન વસાણીએ શિવરાજસિંહ ચૌહાણના પરિવાર સાથેના સંબંધોની યાદોને તાજી કરી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
