<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

શિવજીને ભજી લ્‍યો ભવ થકી...પુરી કરશે આશા તમ કેરી....

કાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ : રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના શિવ મંદિરોમાં ભાવિકોની ભીડ જામશેઃ વિશેષ પુજન- અર્ચન, મહાઆરતી સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે તા.રપને શુક્રવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે અને શિવાલયોમાં ભાવિકો પુજન-અર્ચન, દર્શનનો લાભ લેશે. શ્રાવણ મહિનામાં જુદા-જુદા શિવ મંદિરોમાં વિશેષ શ્રૃંગાર દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ સોમવારે વિશેષમાં ગંગા મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૨૮/૭/૨૦૨૫, સોમવાર સાંજે ૬:૩૦ વાગ્‍યે, તળાવ ખાતે સ્‍થિત માં ગંગા ની પ્રતિમા અને ગંગા ડેરી - હેવમોર ચોક, ભાવનગર ખાતે માં ગંગાની ભવ્‍ય આરતી યોજાવાની છે. આરતીમાં લાઈટિંગ શો અને મધુર સંગીત આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

આ પાવન પ્રસંગે નિષ્‍કલંક કાવડ યાત્રા સમિતિ દ્વારા સર્વ શ્રદ્ધાળુઓને ભાવભક્‍તિપૂર્વક આમંત્રિત કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ આરતી દર્શનનો લાભ લે અને માં ગંગાની કળપા પ્રાપ્ત કરે. શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે થી માં ગંગા આરતી માટે દીવડા (દીવા) લાવી શકે છે.

આ આરતી હરીદ્વારની જેમ જ ભવ્‍ય અને મનમોહક રહેશે - ભાવનગરમાં એક અનોખો શણગાર બની રહેશે. મહાઆરતીના આયોજક કમલેશભાઈ ચંદાનીએ જણાવ્‍યું હતું.

જસદણ

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણઃ શ્રાવણ મહિનો ભગવાન શિવનો અતિ પ્રિય સમય ગણાય છે અને સમગ્ર દેશમાં ભક્‍તિભાવપૂર્વક ઉજવાય છે. આ મહિનામાં દરેક દિવસ શિવ ભક્‍તિ માટે વિશેષ ગણાય છે, પણ ખાસ કરીને શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. માન્‍યતા છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની મુશ્‍કેલીઓ ઓછી થાય છે.

શ્રાવણ માસ દરમિયાન જો શ્રદ્ધાથી શિવલિંગ પર પાણીનો અભિષેક કરવામાં આવે તો દરેક પ્રકારની અશાંતિ અને મુશ્‍કેલી દૂર થઈ શકે છે. ખાસ કરીને શ્રાવણ સોમવારે જળાભિષેક કરવું વધુ પુણ્‍યદાયી માનવામાં આવે છે. ત્‍યારે આગામી શ્રાવણ માસને લઈ જસદણ શહેરના વાજસુરેશ્વર, લાલકા, કનેસરા, બિલેશ્વર, ખાસ કરીને ઘેલાં સોમનાથ મંદિરમાં શિવભક્‍તોને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શ્રાવણ માસમાં ભાવિકો પૂજન અર્ચન આરામથી કરી શકે એ માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓને  આખરી ઓપ આપવામાં આવ્‍યો છે.

આ તકે આગામી શ્રાવણ માસને લઈ લોકસેવામાં અગ્રેસર રહેતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ અને પવિત્ર તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી વિજયભાઈ રાઠોડએ તમામ નાગરિકોને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્‍છા પાઠવી છે.

ગોંડલ

ગોડલઃ ગોંડલમાં પરમ પવિત્ર શ્રાવણ માસમાં તા. ૨૫/૦૭/૨૦૨૫ શુક્રવાર થી ભાવિકો પ્રથમ શિવપુજા માટે ઠેર-ઠેર ભગવાન શ્રી શિવજીના મંદિરમાં શિવ ભકતોની સવારથી જ પૂજન-અર્ચન-દર્શન આરતીઓ માટે પુરા માસ દરમ્‍યાન રાત્રી સુધી ખૂબ ખૂબ જ ભીડ રહે છે. ગોંડલના પ્રસિદ્ધ શિવ મંદિરો, શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર, શ્રી ધારેશ્વર મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, શ્રી રામેશ્વર મંદિર, શ્રી પંચનાથ મંદિર, શ્રી નિલકંઠ મંદિર, શ્રી મુકતેશ્વર મંદિર, શ્રી કુબેરનાથ મંદિર, શ્રી ભીમનાથ મંદિર, શ્રી ભવનાથ મંદિર, શ્રી હાટકેશ્વર મંદિર, શ્રી મંગલેશ્વર મંદિર, શ્રી પીપળેશ્વર મંદિર, શ્રી તત્રેશ્વર મંદિર, શ્રી ભીડભંજન મંદિર, શ્રી જડેશ્વર મંદિર, શ્રી બુધ્‍ધેશ્વર મહાદેવ મંદિર, શ્રી કોટેશ્વર મંદિર, શ્રી મહાકાલેશ્વર મંદિર, શ્રી નાગનાથ મહાદેવ મંદિર વગેરે શિવજીના મંદિરોમાં પુજારીઓ ભુદેવો, મહંતો, ભકતો અભિષેક-લઘુરૂદ્ર આરતીઓ, દિપમાળાઓ, મહાપુજાનો ધર્મલાભ આપે છે, શિવભકતો મેળવે છે. ગોંડલમાં શિવમયી વાતાવરણ ખડું થાય છે. તેમ શ્રી શિવ પરિવારના અગ્રણી શ્રી દિનેશચંદ્ર વિઠ્ઠલદાસની યાદી જણાવેલ છે.

શ્રી શિવ પરિવાર દ્વારા શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના ચારેય સોમવારે રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્‍યા સુધી ભવ્‍ય ધુન સંકિર્તન નો કાર્યક્રમ યોજાએલ છે. જેમાં શ્રી શિવ ભકતો, શાષાી ભજનીક નટુભાઈ રાવલ, પ્રમોદ મકવાણા, કિશોર ભગત, ધ્રુવકુમાર, પ્રણવજી, નિર્મળસિંહજી, શ્રી મહેશભાઈ, શ્રી ભીખુભા જાડેજા,  જયકરભાઈ ખજુરવાળા, હરીભાઈ, અરવિંદ પટેલ અને રાજકોટના  દેવાંગભાઈ, કિરીટ પોપટ, કમલજી ચંદારાણા વગેરે ઉપસ્‍થિત રહેનાર છે અને દરેક પ્રહરોની મહાપુજાઓ થશે તેમ વસંત મહારાજ, લાલભાઈ પુજારીની યાદી જણાવે છે.

ધારી

ધારીઃ સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં ૫૦૦ વર્ષો પુરાણું સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ, દર્શનીય પાર્વતી પરમેશ્વરધામ શ્રીજીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધા-ભક્‍તિભાવપૂર્વક ભારતીય સંસ્‍કળતિના મહત્‍વના પર્વ શ્રાવણ માસની ઉજવણી થશે.

જેમાં શિવમંદિરમાં કૈલાસદર્શન, પુષ્‍પશળંગાર, કલાત્‍મક રંગોળી, ઇલેક્‍ટ્રીક લાઇટ ડેકોરેશન અને વષાાલંકારોની દર્શનીય શોભા થશે. સવારે ૫-૩૦ થી ૧૨-૦૦ સુધી અને બપોરે ૩-૦૦ થી સાંજે ૮-૦૦ સુધી શિવપૂજન, અર્ચન અને રુદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે. શિવજીને બિલીપત્ર, જળ,પુષ્‍પો તથા વિવિધ ધાન્‍યોનો અભિષેક કરીને ભાવિકો દ્વારા મહાદેવજીની વિશેષ પૂજાઅર્ચના-સામૂહિક ભાવવંદના થશે તેમજ ૐ નમઃશિવાય મંત્રનું અનુષ્ઠાન તથા સામૂહિક શિવપૂજન થશે. શ્રાવણ માસના દર સોમવારે અને જન્‍માષ્ટમી પર આ મંદિરની તળેટીમાં નદી કાંઠે લોકમેળો થાય છે.

પૂ. ગિરધરબાપા ભટ્ટજી અને બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પાવન ભૂમિમાં શ્રાવણ માસના મંગળ દિવસોમાં આયોજિત આ ધાર્મિક અનુષ્ઠાનની સફળતા માટે જીવનમુક્‍તેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વે ભાવિકોને પૂજા, આરતી, દર્શનનો ધર્મલાભ લેવા ડો.કળષ્‍ણકુમાર મહેતાએ હાર્દિક અનુરોધ કરેલ છે.

(11:55 AM IST)