<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

જામનગર કલેક્‍ટર કેતન ઠક્કરે જાયવા ગ્રામ પંચાયત અને શાળાની આકસ્‍મિક મુલાકાત લીધી : રેકર્ડ ચકાસ્‍યા, બાળકો સાથે સંવાદ કર્યો અને મધ્‍યાહન ભોજનની ગુણવત્તા તપાસી

 

ધ્રોલ : જામનગર જિલ્લા કલેક્‍ટર કેતન ઠક્કરે આજે ધ્રોલ તાલુકાના જાયવા ગામે ગ્રામ પંચાયતની આકસ્‍મિક મુલાકાત લઈ ગામના વહીવટ અને શૈક્ષણિક વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્‍ટરે રેકર્ડ ચકાસણી કરી, અધિકારીઓને જરૂરી સૂચનો આપ્‍યા, અને ગામના લોકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.

ગ્રામ પંચાયતમાં રેકર્ડ

ચકાસણી અને સૂચનો

કલેક્‍ટર કેતન ઠક્કરે જાયવા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ત્‍યાંના રેકર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને વેરા વસૂલાત, ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દૂર કરવા અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા માટે વિગતવાર સૂચનો આપ્‍યા હતા. સરપંચ અને અધિકારીઓને ગ્રામજનોના હિતમાં પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ ચલાવવા માટે પણ ભારપૂર્વક જણાવ્‍યું હતું.

પ્રાથમિક શાળાની મુલાકાત, બાળકો સાથે સંવાદ અને ભોજન ચકાસણી

કલેક્‍ટર ઠક્કરે જાયવા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ક્‍લાસરૂમની સંખ્‍યા તેમજ ફાયર સેફટી અંગેની માહિતી મેળવી હતી. શાળાના સ્‍માર્ટ ક્‍લાસરૂમની મુલાકાત દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્‍યો હતો અને તેમના શિક્ષણ અંગે રસપ્રદ પ્રશ્રો પૂછયા હતા.

ત્‍યારબાદ, કલેક્‍ટરે મધ્‍યાહન ભોજન કેન્‍દ્રની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા જાતે જામનગરમાં અધિકારીઓનું સ્‍વાગત

જામનગર : આરઆર-૭૭ બેંચના રર પ્રોબેશ્નર આઇપીએસ અધિકારીઓ ભારત દર્શન પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જામનગર જીલ્લા ખાતે આવેલ જે દરમ્‍યાન જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તમામનું જામનગર ખાતે સ્‍વાગત કરવામાં આવેલ તેમજ જામનગર જીલ્લાના ભૌગોલીક તેમજ ઐતિહાસિક મહત્‍વ વિશે માહીતગાર કરવામાં આવ્‍યા ત્‍યારની તસ્‍વીર. (૪.૧૫)ગ્રાહકો સાથે વાતચીત કરી તેમની સમસ્‍યાઓ અને સૂચનો જાણ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્‍વપિ્નલ સિસલે, ધ્રોલ મામલતદાર વી.એન. પરમાર, અન્‍ય અધિકારીઓ અને સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ સંજય ડાંગર (ધ્રોલ) મુકુંદ બદીયાણી (જામનગર)

(1:20 PM IST)