તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર - શનિ મંદિરની સ્થાપનાઃ શ્રાવણ માસનો મહિમા અને દર્શન સમયની માહિતી

ઓખાઃ ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોર્તિલિંગોમાંથી એક - નાગેશ્વર જ્યોર્તિલિંગ - દ્વારકાના નજદીક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું કેર્દ્ર છે. અહીં દરરોજ હજારો શિવભક્તો સમગ્ર ભારતમાં તથા વિદેશથી દર્શનાર્થે આવે છે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવામાં ધાર્મિક અનુરાગ અનુભવેછે.
શ્રાવણ માસનો દરેક દિવસ ભગવાન શિવને અતિપ્રિય હોય છે. શાષાો મુજબ શ્રાવણ મહિનામાં કરવામાં આવેલી શિવપૂજા ભક્તના દુઃખો દુર કરે છે, આરોગ્ય, શાંતિ અને મંગળતા આપે છે. ખાસ કરીને નાગેશ્વર ધામમાં શ્રાવણ માસ દરમિયાન વિશાળ સંખ્યામાં ભક્તો દ્વારા રુદ્રાભિષેક, દૂધજળ ચઢાવા, બિલ્વપત્ર અર્પણ જેવી વિધિઓ આસ્થા સાથે થાય છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર નાગેશ્વર ધામ એ તે સ્થળ છે જ્યાં ભગવાન શિવે ભક્ત સુ-યિની રક્ષા માટે દારુક રાક્ષસનો નાશ કર્યો હતો. એટલે આ ધામને ‘નાગેશ્વર' તરીકે ઓળખવામાં આવે છે. અહીંનું શિવલિંગ દિશાવાર દર્શન માટે ખુલ્લું હોવાથી ભક્તોને ખાસ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે.
હમણાંજ નાગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શનિદેવનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. શનિદોષ નિવારણ માટે શનિપૂજા અત્યંત લાભદાયી માનવામાં આવે છે. શનિ મંદિરથી ભક્તોને હવે શિવ સાથે શનિદેવની પણ કળપા મળવાનું સાધન પ્રાપ્ત થયું છે. દરરોજ સવારે ૬ વાગ્યા થી રાત્રે ૯ વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રહે છે. દૈનિક આરતી સમયઃ પ્રભાત આરતીઃ સવારે ૭ વાગે, મધ્યાホ આરતીઃ બપોરે ૧૨:૩૦ વાગે, સાંજ આરતીઃ સાંજે ૭ વાગે પૂજા અને અભિષેક સમયઃ રૂદ્રાભિષેકઃ સવારે ૮ થી બપોરે ૧૧:૩૦ સુધી, વિશેષ શિવ પૂજાઃ શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે અને ત્રયોદશી, અષ્ટમીના દિવસે વિશેષ વિધિઓ થાય છે.
શિવજીની આરાધનાથી જીવનમાં શાંતિ, ધૈર્ય, ધન, સંતાન અને દુઃખદુર્દશાનું નિવારણ થાય છે. ખાસ કરીને શ્રાવણ માસમાં કરવામાં આવેલી શિવપૂજા પૂર્વજોનાં પાપોનું પણ ક્ષમાપન કરે છે. નાગેશ્વર ધામમાં ભક્તો પોતાના ભય, સંકટ અને ગ્રહદોષ નિવારણ માટે શ્રદ્ધાથી શરણ આવે છે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે છે.(આલાપ ભરતભાઈ બરાઈ)
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
