તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ધ્રોલમાં કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સ્વાગત ફરીયાદ નિવારણ : ૧૦ અરજીનું નિરાકરણ
લોકોની રજુઆતને સાંભળીને સમય મર્યાદામાં નિકાલ કરવા સુચના

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ર૪: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરીના મીટીંગ હોલમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા. તથા રજૂઆત કરવા આવેલા લોકોની રજુઆતો પણ સહૃદયતાથી સાંભળી કલેકટરએ સમય મર્યાદામાં કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા તમામ ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. આ પ્રશ્નોમાં રી-સર્વે પ્રમોલગેશન બાદની ક્ષતિઓ સુધારવા બાબત, પાઈપલાઈનની મંજુરી આપવા અંગે, દબાણ દુર કરવા, સીસી રોડ બનાવવા અંગે, રસ્તા રીપેરીંગ અંગે, સ્ટ્રીટ લાઈટ, ઉકરડાની સફાઈ, વરસાદી પાણીના નિકાલ અંગે તથા કુવા બોરની નોંધણી અંગેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. જેનું નિવારણ આવતા અરજદારોએ કલેકટરશ્રીનો તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
કલેકટર સાથે આ કાર્યક્રમમાં ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપિ્નલ સિસલે સહીત લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
