<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

અમરેલીના સરસીયાનાં ૮૨ વર્ષના બાબુભાઇ કોટડીયાનો બ્રિજ ઉપરથી કુદીને આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૪: મુળ અમરેલીના ધારી તાલુકાના સરસીયા ગામના બાબુભાઈ બોઘાભાઈ કોટડીયા ઉ.વ.૮૨ હાલ કામરેજના ખોલવડમાં રહેતાએ કોઈ અગમ્‍ય કારણોસર ખોલવડમાં તાપી નદીના બ્રિજ પરથી કુદીને આપઘાત કરેલ છે. કામરેજ પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાને ભગાડી

બગસરા તાલુકાના માવઝીંઝવા ગામે શંભુભાઈ દેવરાજભાઈ ઠુંમરની વાડીએ સગીરાને ભોળપણાનો લાભ લઈ પ્રેમજાળમાં ફસાવી બગસરા નટવરનગર રેલ્‍વે સ્‍ટેશન સામે રહેતા જગદીશ મેઘજીભાઈ ઉર્ફે નાકુભાઈ વાઘેલા લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદઈરાદે વાલીપણામાંથી ભગાડી ગયાની બગસરા પોલિસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

મારામારી

બગસરા નવાજીનપરામાં અમીનભાઈ અલારખભાઈ કાળવાતર ઉ.વ.૩૩ ને ચાર પાંચ વર્ષ પહેલા ફેજલ ગફારભાઈ બીલખીયા સાથે માથાકુટ થયેલ હોય.તેનું મનદુઃખ રાખી ફેજલ ગફારભાઈ બીલખીયા, ગફાર બીલખીયા, સરફરાજ મહમદભાઈ કાફવાતર, નદીમ અચુભાઈ કાળવાતર, લાલો મહમદભાઈ કાફવાતર તથા રૂસ્‍તમ ફકીર રહે.બગસરાવાફ્રાએ ગેરકાયદેસર મંડળી રચી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગફાર તથા ફેજલે અમીનભાઈના ડેલામાં પાઈપના ઘા મારી નુકશાન કરી ગુનો કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

ધારી તાલુકાના કોઠાપીપરીયા ગામના રેલ્‍વે ફાટકના ઢાળપાસે ડાંગાવદર ગામના અભય બાવાજીને વિવેકભાઈ રાજેશભાઈ બોરીચા ઉ.વ.૨૧ રહે.કોઠાપીપરીયા હાલ.રાજકોટ ઉપર શંકા હોય કે તેના વિરુધ્‍ધ ફરિયાદ કરેલ છે. જે અંગેનું મનદુઃખ રાખી વિવેકભાઈને કોઠાપીપરીયા ગામના રેલ્‍વે ફાટકના ઢાળ પાસે ડાંગાવદરના અભય બાવાજી તથા એક અજાણ્‍યા શખ્‍સે બાઈક લઈ સામામી વિવેકભાઈને સાદ પાડી ઉભા રખાવી બાઈકમાંથી પાઈપ કાઢી માથામાં તથા પડખાના ભાગે અને વાસામાં મારમારી ગાળો બોલી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારામારી

બગસરા નવા જીનપરામાં રહેતા નસીમબેન કાદરભાઈ કાળવાતર ઉ.વ.૪૦ ને ચાર-પાંચ વર્ષ પહેલા ફેજલ ગફારભાઈ બીલખીયા સાથે માથાકુટ થયેલ હોય.તેનું મનદુઃખ રાખી ફેજલ ગફારભાઈ બીલખીયા, ગફાર બીલખીયા, સરફરાજ મહમદભાઈ કાળવાતર, નદીમ અચુભાઈ કાળવાતર, લાલો મહમદભાઈ કાળવાત૨ તથા રૂસ્‍તમ ફકીર રહે.બગસરાવાળાએ ગેરકાયદેસર મંડળી રચી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પાઈપ,છરી જેવા હથિયારો ધારણ કરી ગાળો બોલી ફેજલ બીલખીયાએ નસીમબેનનો ડ્રેસ પકડી ધકકો મારી પતિ પત્‍નિને મારી નાખવાની ધમકી આપી ઘરના ડેલામાં પાઈપના ઘા મારી પતરુ તોડી નુકશાન કરી ગુનો કર્યાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:29 PM IST)