<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહિલા મોરચાનાં પૂર્વ પ્રમુખ જ્‍યોતીબેન બિહાર ચૂંટણી પ્રવાસે

જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાનાં અધ્‍યક્ષ દિપીકાબેન સરાડવાની સુચનાથી તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા નાં માર્ગદર્શન હેઠળ  મહિલા મોરચાનાં પૂર્વ પ્રમુખ જ્‍યોતીબેન વાડોલીયા બિહાર ૧૮૦ વિધાનસભા બખતિયારપુર મુકામે ચૂંટણી પ્રચાર અર્થે બિહાર જવા રવાના થયાં હતાં ત્‍યારે જુનાગઢ રેલ્‍વે સ્‍ટેશન ખાતે મહિલા મોરચાનાં મહામંત્રી શિતલબેન તન્ના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર પ્રદેશ મહિલા કારોબારી સભ્‍ય કનકબેન વ્‍યાસ, મંત્રી ભાવનાબેન માળી વોર્ડ નંબર ૭ ના મીનાબેન મહેતા અને વોર્ડ નંબર ચારનાં હીનાબેન મકવાણા સ્‍ટેશન પર ઉપસ્‍થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્‍યા ની યાદી જણાવે છે.

(1:37 PM IST)