<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મોરબીમાં રૂ.૫૬.૨૮ કરોડના ખર્ચે પીવાના પાણીના ૪ કામોને સરકારની લીલીઝંડી

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: રાજ્‍ય સરકાર દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્‍તારમાં જનતાની સુખાકારીને ધ્‍યાનમાં રાખી તેમજ પીવાના પાણીની સમસ્‍યાનો અંત લાવવા પાનેલી તળાવ નવીનીકરણ યોજના મંજુર કરી છે. જ્‍યાં 25 MLD WTP (વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ) બનાવવાનું કામ રૂ.૪૦.૪૭ કરોડના ખર્ચે હાથ ધરાશે. આ સાથે વીશીપરા વિસ્‍તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડીસ્‍ટ્રીબ્‍યુશન નેટવર્કના કામો રૂ.૬.૩૯ કરોડના ખર્ચે કરવામા આવશે. રણછોડનગર વિસ્‍તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડીસ્‍ટ્રીબ્‍યુશન નેટવર્કના કામો રૂ.૩.૪૪ કરોડના ખર્ચે કરાશે. લીલાપર રોડ પર ગૌશાળા હેડવર્કસ ખાતે આવેલ ૪૩ MLD WTP ના રીનોવેશનના કામો રૂ.૩.૦૧ કરોડના ખર્ચે કરવામા આવશે. આમ કુલ રૂ.૫૬.૨૮ કરોડના ખર્ચે પીવાના પાણીના કામો આગામી દિવસોમાં શરૂ થશે. આ માટે ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યકત કર્યો છે.

(1:48 PM IST)