<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

નવલખી બંદર તથા કોસ્‍ટલ વિસ્‍તારના ૮ ટાપુઓ પર ૨૧ સપ્‍ટેમ્‍બર સુધી પ્રવેશબંધી

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્‍તાર તથા કોસ્‍ટલ વિસ્‍તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્‍ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્‍સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્‍સ) અને  અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્‍સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવળત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્‍થિત થાય તેવું કોઇ કળત્‍ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્‍યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાનીપ્રવળતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે.આ જાહેરનામુ કેન્‍દ્ર સરકાર તથા રાજ્‍ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્‍ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્‍ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકળત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્‍તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્‍સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને અધિકળત કરવામાં આવે છે. આ જાહેરનામુ તા.૨૧/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

(1:49 PM IST)