<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ધ્રોલ તાલુકામાં ખાતર અને યુરિયાનો પૂરતો જથ્થો મળતો નથી :ગત વર્ષે નિષ્ફ્ળ ગયેલ કપાસ પાકની સહાય હજુ સુધી મળી નથી :વસંતબેન તરાવીયા

સરકારે અને કૃષિ મંત્રાલયે જાહેર કર્યું છે કે કપાસ પાકની નુકશાનીની સહાય ચૂકવાશે છતાં લાઈનમાં ઉભા રહેવું પડે છે અને ગ્રામ્ય લેવલે વેબ સાઈટ ખુલતી નથી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : ધ્રોલ તાલુકામાં ખેડૂતોને રાસાયણિક ખાતર અને યુરિયાનો પૂરતો જથ્થો ગત વર્ષના નિષ્ફ્ળ ગયેલ કપાસ પાકની સહાય માટે ખેડૂતોને ધક્કા ખાવા પડતા હોવા બાબતે ધ્રોલ તાલુકા પંચાયતના સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન વસંતબેન તરાવીયાએ આક્રોશ ઠાલવ્યો છે 

  વસંતબેન તરાવીયાએ જણાવ્યું છે કે ધ્રોલ તાલુકામાં ખેડૂત પરિવારની મળેલ રજૂઆત મુજબ રાસાયણિક ખાતર અને યુરિયાનો પૂરતો જથ્થો ખેડૂતોને મળતો નથી વર્ષ 2024-25માં કપાસ પાક નિષ્ફ્ળ ગાયીઓ હોય તેની સહાય આપવાનું સરકારે જાહેર કરેલ છતાં વર્ષ વીતી ગયું છતાં હજુ સુધી સહાય મળી નથી 

  વધુમાં તેમણે જણવ્યું કે સરકારે અને કૃષિ મંત્રાલયે ખેડૂતોને 2024-2025ના વર્ષની કપાસ પાકની નુકશાનીની સહાય ચૂકવાશે તેવું જાહેર કર્યું હોવા છતાં સહાય મેળવવા ધક્ક થતા હોવાનું જણાવ્યું છે ખેડૂતો પોતાનો કિંમતી સમય બગાડી લાઈનમાં ઉભા રહે છે અને જરૂરી ડોક્યુમેન્ટ પુરા પડે છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ વીસીઇ એવું જણાવે છે કે વેબ સાઈટ ખુલતી નથી ચાલુ નથી આવું ડિંડક ખેડૂતો સાથે શા માટે થાય છે તેવો વેધક સવાલ સિનિયર આગેવાને ઉઠાવ્યો છે 

(6:43 PM IST)