તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
સુરેન્દ્રનગરના સુદામડા પંથકમાં વીજપોલ તોડી નાખીને તસ્કરોએ કરી વીજ વાયરની ચોરી: અંધારપટ છવાયો
વાડી વિસ્તારમાં 20 જેટલા વીજપોલ તોડી વાયરોની ચોરી: . ખેડુતોએ તાત્કાલિક નવા પોલ ઉભા કરી ચોર ગેંગને ઝડપવા માંગ કરી

સુરેન્દ્રનગરના સાયલામાં આવેલ સુદામડા પંથકમાં તસ્કરો વીજપોલ ભાંગીને વીજવાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેના કારણે આ વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સુડામડા વાડી વિસ્તારમાં 20 જેટલા વીજપોલ તોડી વાયરોની ચોરી થવા પામી હતી. ખેડૂતોનો વીજ પુરવઠો ખોરવાતા ઘટના આવી સામે છે. ખેડુતોએ તાત્કાલિક નવા પોલ ઉભા કરી ચોર ગેંગને ઝડપવા માંગ કરી છે. અવાર નવાર તસ્કરો વીજ વાયરો ચોરી કરી જતા હોઇ ખેડુતોના પાક પાણી વગર સુકાઇ જાય છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
