તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
મોરબીના સાયન્ટીફીક રોડ પરથી ચોરાઉ એકટીવા સાથે રીઢો ગુનેગાર ઝડપાયો.
આરોપી વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં છ પોલીસ ફરિયાદ નોંધાઈ ચુક્યા છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કાલિકા પ્લોટ સાયન્ટીફિક રોડ પરથી ચોરી થયેલ એકટીવા સાથે એ ડીવીઝન પોલીસે રીઢા ચોરને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે ચોરી થયેલ એકટીવા સાથે એક શખ્સ કાલિકા પ્લોટ સાયન્ટીફીક રોડ પરથી પસાર થવાનો છે જેથી સાયન્ટીફીક રોડ પરથી આરોપીને ઝડપી લઈને કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા અંગે એ ડીવીઝન પોલીસ મથક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
એકટીવા ચોરીનું હોવાનું ખુલતા એ ડીવીઝન પોલીસે આરોપી મુસ્તાક અબ્દુલ કાસમ ચાનિયા (ઉ.વ.૬૦) (રહે કાલિકા પ્લોટ મોરબી વાળા ) ને ઝડપી લઈને એકટીવા કીમત રૂ ૧૫ હજારનો મુદામાલ રીકવર કર્યો છે લીધો છે બાઈક ચોરીમાં ઝડપાયેલ શખ્શ રીઢો ગુનેગાર છે આરોપી વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં છ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
