<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પોરબંદરમાં સગીરાને કૈફી પીણું પીવડાવી ગેંગરેપ :ચોપાટી પર સફારી ગાડીમાં બેસાડી ઘેર છોડી ભાગી ગયા :ચાર શખ્શો સામે પોલીસ ફરિયાદ

સગીરાને ગાડીમાં બેસાડી કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું બાદમાં ચોપાટી આવી ત્યાંથી સફારી ગાડીમાં બેસાડી ઘેર છોડી ફરાર થઇ ગયા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :પોરબંદરમાં સગીરાને કેફી પીણું પીવડાવી ચાર શખ્સોએ ગેંગરેપ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે 

 ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં સગીરવયની ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે ફરિયાદ મુજબ આ ગુનાના કામે આરોપી (૧) જયરાજ દિલીપભાઈ શુંડાવદરા (૨)મલ્હાર (3) રાજ અને (૪) કાળા કલરની ફોરવીલ ગાડી વાળા અજાણ્યા ઈસમ વિરુદ્ધ બીએનએસ તેમજ POCSO ની અલગ અલગ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ છે. આ કામના આરોપી નંબર ૧ નાએ આ કામની ભોગ બનનાર બહેનને લલચાવી ફોસલાવી નાસ્તો કરવાના બહાને ગઈ તારીખ 22 7 2025 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે ઘર બહાર બોલાવી ઉપર જણાવેલા આરોપી નંબર એક નાએ સફારી ગાડીમાં બેસાડી લઈ જવા દરમિયાન ઉપરોક્ત આરોપી નંબર એક થી ત્રણ એ ભોગ બનનારને કોઈ કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ આરોપી નંબર એક થી ત્રણ નાએ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરી ત્યાંથી સફારી ગાડીમાં ચોપાટી ખાતે લાવી ત્યાં કોઈ કાળા કલરની ગાડીમાં ઉપરોક્ત આરોપી નંબર બે અને ત્રણ નાએ કાળા કલરની ગાડીના ડ્રાઇવર સાથે ગામમાં જઈ ભોગ બનનારને લીંબુ પાણી પીવડાવી પરત ચોપાટી આવી ત્યાં રાખેલ સફારી ગાડીમાં ભોગ બનનારને બેસાડી સવારના આશરે 4:30 વાગ્યાના સુમારે તેના ઘરે છોડી આવી ગુનો કર્યા વિગેરે બાબત મુજબની ફરિયાદીની હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ જે જે ચૌધરી પીઆઇ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ચાર્જ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.


 

(12:43 AM IST)