<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રાજકોટ ભુજ વચ્ચે ટ્રેન ફરી શરૂ: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની રજૂઆત પ્રમાણે અનુકૂળ ટાઈમ

બંને તરફથી અઠવાડિયામાં ત્રણ વાર રાત્રે ઉપડી વહેલી સવારે પહોંચશે : સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

ભુજ) રાજકોટ ભુજ વચ્ચે બંધ કરાયેલ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેન ૨૯ જુલાઈથી દોડશે તે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રજૂઆત કરેલ એ અનુસાર ટ્રેનનો સમય રાત્રિ નો રખાયો છે એટલે પ્રવાસી સવારે ગંતવ્ય સ્થાન ઉપર આરામ સાથે પહોંચી શકે.

 જોકે આ ટ્રેન બંને બાજુથી અઠવાડિયામાં ત્રણ વાર દોડશે. તેનો સમય રાજકોટથી મંગળ, ગુરુ અને શનિવારે રાત્રે ૧૦/૩૦ વાગ્યે ઉપડી ભુજ સવારે ૫ વાગ્યે પહોંચશે જ્યારે ભુજથી રાત્રે ૧૧ વાગ્યે ઉપડી રાજકોટ સવારે ૫/૫૦ વાગ્યે પહોંચશે. ૧૭ કોચ સાથેની આ ટ્રેનમાં થર્ડ એસીના ૩, સેકન્ડ એસીનો ૧, સ્લીપર કોચ ૭, જનરલ કોચ ૪ અને વિકલાંગ તેમ જ મહિલા માટે અલગ રહેશે.


 

(10:24 AM IST)