News of Friday, 25th July 2025
પોરબંદરના શ્રીનગરમાં તીનપતી જુગાર ખેલતા ૬ શખ્સો ૧૧,૯૫૦ની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૨૫: બગવદર પોલીસ સ્ટેશન હદમાં શ્રીનગરમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ૧૧,૯૫૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધાં છે.
એલ.સી.બી આઈસી પો.ઈન્સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન એચસી જીતુભાઈ દાસા તથા પીસી અજયભાઈ ચૌહાણને બાતમી આધારે, શ્રીનગર દેવશીભાઈ કચરાભાઈ પોરબંદર, નટુભાઈ કાનાભાઈ, ડાયાભાઈ કચરાભાઈ, હરીશભાઈ રાણાભાઈ, હેમંતભાઈ હમીરભાઈ તથા નાનજીભાઈ રાણાભાઈને પોલીસે પકડી લઈને ગુન્હો નોંધ્યો છે.
આ જુગારદોરડાની કામગીરમાં એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયા તથા એએસઆઈ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, તથા એચસી ઉદયભાઈ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, કુલદિપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા ડબલ્યુએએસઆઈ રૂપલબેન લખધીર તથા પીસી નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા પીસી રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલા હતા.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
