<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જસદણ શ્રીનાથજી હવેલીમાં રવિવારે ભવ્‍ય હિંડોળા દર્શન વચનામૃત યોજાશે

ગો.૧૦૮ શ્રી મધુસૂદનલાલાજી મહોદય પધારશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણઃ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્‍યા મુજબ તારીખ ૨૭-૦૭-૨૦૨૫ રવિવારના રોજ સાંજે જસદણ હવેલીમાં સૌપ્રથમ વખત ચરણાટ હવેલી રાજકોટના ગો.૧૦૮ શ્રી મધુસૂદનલાલાજી મહોદય પધારી રહ્યા છે ત્‍યારે  જસદણ હવેલી દ્વારા પૂજ્‍ય મહારાજશ્રીનુ ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. મધુસૂદનલાલાજી મહોદયની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય હિંડોળા દર્શન, વચનામળત, સહિતના કાર્યક્રમ યોજાશે. સમગ્ર મહોત્‍સવના મનોરથીઓ કિરીટભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, ભરતભાઈ જનાણી, ભરતભાઈ ધારૈયા, કિશોરભાઈ ગઢવી, નિલેશભાઈ રાઠોડ, ધર્મેશભાઈ કલ્‍યાણી અને સાગરભાઇ દોશી છે. મહોત્‍સવના દિવસે સાંજે  ૫ -૩૦  કલાકે હવેલીના મુખ્‍ય પ્રવેશદ્વાર ઉપર પુષ્‍પવળષ્ટિ સાથે મહારાજશ્રીનુ ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. ત્‍યારબાદ મુખ્‍યાજી દ્વારા પૂજ્‍ય મહારાજશ્રીને માલાજી અર્પણ કરવામાં આવશે.  પૂજ્‍ય મહારાજશ્રીના હસ્‍તે આશીર્વાદ કુપનના બોક્‍સમાંથી પસંદ થયેલા ૧૧ વૈષ્‍ણવોનું મહારાજશ્રીના હસ્‍તે ઉપરણો ઓઢાડીને આશીર્વચન પાઠવવામાં આવશે. ત્‍યાર બાદ પૂજ્‍ય મહારાજશ્રીના વચનામળત યોજાશે. વચનામળત બાદ સાંજે ૭ કલાકે હિંડોળા દર્શનમાં મહારાજશ્રી ઠાકોરજીને હિંડોળે ઝુલાવશે અને  આરતી ઉતારશે. દર્શન પૂર્ણ થયા બાદ પૂજ્‍ય મહારાજશ્રીના ચરણસ્‍પર્શનો કાર્યક્રમ યોજાશે. પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ હવેલી સંપ્રદાયમાં હિંડોળા મહોત્‍સવ તેમજ મહારાજશ્રીનું અનેરુ મહત્‍વ હોવાથી જસદણના વૈષ્‍ણવોમાં ખૂબ જ ઉત્‍સાહ ફેલાયો છે.

(10:32 AM IST)