<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સોનગઢમાં જૈન સ્‍વાધ્‍યાય મંદિરમાં દવા પી લેનાર બીજા ભાઈનું પણ મોત

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: ભાવનગરના રૂપાણી સર્કલ વિસ્‍તારમાં આવેલ શાંતિનાથ એપાર્ટમેન્‍ટમાં રહેતા અને હાલ બે મહિનાથી સોનગઢના દિગંબર જૈન સ્‍વાધ્‍યાય મંદિર ખાતે રહેતા ચેતનભાઇ વિનોદચંદ્ર શાહઉ.વ.૬૧ અને મેહુલભાઇ વિનોદચંદ્ર શાહ ઉ.વ.૫૯ નામના બે સગા આધેડ ભાઇઓએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જે બાદ બંન્ને ભાઇઓને તાત્‍કાલિક સર ટી. હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં ચેતનભાઇનું મોત નિપજ્‍યું હતું. જે બાદ સારવારમાં રહેલ મેહુલભાઇનું પણ વહેલી સવારના સુમારે દમ તોડી દેતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્‍યું હતું.

ઘટનામાં સોનગઢ પોલીસે જણાવ્‍યું હતું કે, હાલ બંન્ને ભાઇઓના મોતનું સ્‍પષ્ટ કારણ જાણવા મળી રહ્યું નથી પરંતુ પોલીસ દ્વારા મળતકોના મોબાઇલની કોલ ડિટેઇલ આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે

(10:58 AM IST)