<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જસદણમાં પીવાના પાણીના સ્‍ટોરેજ માટે ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સંપ બનાવવા રજુઆત

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૨૫: જસદણમાં ભવિષ્‍યમાં પીવાના પાણી માટે કોઇ મુશ્‍કેલી ના પડે તે માટે શહેરના ચાર અલગ અલગ ઝોનમાં પીવાના પાણીનો સ્‍ટોરેજ અને ઉંચો ટાંકાનું આયોજન કરવા પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલ્‍પાબેન દુર્ગેશભાઈ કુબાવત એ પાલિકાથી પાણી પુરવઠા પ્રધાન સુધીના અધિકારીઓ, પદાધિકારીઓ સુધી રજુઆત કરી હતી.

આટકોટ રોડ પર પાલિકાની જગ્‍યા છે. ત્‍યાં અથવા સીટી પ્રાઈડ ટોકીઝ પાછળ જગ્‍યા પર ઉંચો ટાંકો ૧૦ લાખ લીટર કેપીસીટી અને સ્‍ટોરેઝ માટે ૪૦ લાખ લીટર ભૂર્ગભ ટાંકો, ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મંદિર સામે સરકારી જગ્‍યામાં ઉંચો ટાંકો ૧૦ લાખ લીટર કેપીસીટી અને સ્‍ટોરેઝ માટે ૪૦ લાખ લીટર ભૂર્ગભ ટાંકો, સીધેશ્વર મંદિર અથવા ચુનારાવાડ પાસે સરકારી જમીન પડેલ છે. ત્‍યાં ઉંચો ટાંકો ૧૦ લાખ લીટર કેપીસીટી અને સ્‍ટોરેઝ માટે ૪૦ લાખ લીટર ભૂર્ગભ ટાંકો, ગંજીવાડા વિસ્‍તાર અથવા ખારી નદિની આસપાસ બન્ને જગ્‍યા પર સરકારી જમીન પડતર છે ત્‍યાં ઉંચો ટાંકો ૧૦ લાખ લીટર કેપીસીટી અને સ્‍ટોરેઝ માટે ૪૦ લાખ લીટર ભૂગભ ટાંકો બનાવવા લેખિત રજુઆત કરી હતી.

(11:01 AM IST)