News of Friday, 25th July 2025
નીલાખા ગામને ઉપલેટા પીજીવીસીએલ ડિવીઝનમાં જ રાખવા માંગણી

ઉપલેટા, તા.૨૫: નીલાખા ગામને હાલ માં જ PGVCL દ્વારા નવા બનાવેલ સબ ડિવિઝન પાટણવાવ સાથે જોડતા સમગ્ર ગામ લિકોએ સખ્ત વિરોધ કર્યો હતો, હાલ નવુ સબ ડિવિઝન ઉભુ કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યાં છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામ જનો દ્વારા આનો સખ્ત વીરોધ નોંધાવી ફરી ઉપલેટા ડીવિઝનમાં લેવા રજુઆતો કરાઈ છે.
નીલાખા ગામના અસંખ્ય લોકો ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યકત કર્યો હતો. આ ફેર બદલથી ગામ લોકોનો દર વખતે ૧૦ કી. મી. નાં અંતરનાં બદલે હવે ૩૦ કી મી. સુધી લંબાવવું પડે છે જેના લીધે ખેડુતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બન્નેનો વેડફાટ થાય છે તો બીજી તરફ નીલાખા ગામથી પાટણવાવ જવાનુ કોઇ અન્ય કામ સીવાય કે વીજ બિલ ભરવાના કામથી ખાસ આટલા કી.મી.નાં અંતરે લંબાવવું પડે ત્યારે ઉપલેટા આવવું ખૂબજ નજીક પડતુ હોવાથી ખેડુતો અને મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સમય પણ જાજો બગળે નહી માટે તમામ ગ્રામ જનો ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રીત થઈ રજૂઆત કરી નીલાખા ગામને ઉપલેટા ડિવિજનમા રાખવાં માંગ કરી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
