<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોરબીમાં ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ ઉજવાશે

મોરબી તા ૨૫: ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સોમવારના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત રામેશ્વર પાર્ટી પ્‍લોટ, રવાપર રોડ, મોરબી ખાતે સાંજે ૪.૩૦ થી ૭ કલાક દરમ્‍યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. મહત્‍વનું છે કે, લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત - પાકિસ્‍તાન કારગીલ યુદ્ધ દરમ્‍યાન બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ કારગિલમાં વિજય મેળવ્‍યો હતો.

(11:43 AM IST)