<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પોરબંદરમાં બહેનોને સાબુ બનાવવાની તાલીમ

પોરબંદર, તા.૨૫: એસ.બી.આઈ. ગ્રામ સ્‍વરોજગાર તાલીમ સંસ્‍થા  દ્રારા મહિલાઓને આત્‍મનિર્ભર તે માટે ફીનાઈલ,લીકવીડ અને સાબુ બનાવવાની તાલીમ કાસાબડ ગામ ખાતે વિનામૂલ્‍યે આપવામાં આવી હતી.આ તાલીમમાં ગેસ્‍ટ ફેકલ્‍ટી (માસ્‍ટર ટ્રેનર) તરીકે શ્રી હિતેષભાઈ પાંજરી, પોરબંદરએ આપી હતી. અને આ તાલીમ ૨૯ બહેનોએ લીધી હતી તેમજ તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર બહેનોને એસ.બી.આઈ. આરસેટી -ના ફેકલ્‍ટી શ્રી કુલદિપસિંહ પી. વાઢેર તથા આરસેટીનો સ્‍ટાફની ઉપસ્‍થિત સર્ટીફીકેટ આપવામાં આવ્‍યાં હતાં. તસવીર તાલીમાર્થી બહેનોની છે.

(11:43 AM IST)