<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોરબી લોકદરબારમાં હર્ષ સંઘવીને રજુઆત કરે તે પહેલાં જ કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત

રજુઆતમાં પોલીસ અધિકારીઓ સહીતનાઓ પર ગંભીર આક્ષેપોઃ કાયદા અને વ્‍યવસ્‍થાની કથળતી હાલત મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજુઆત કરવા ન જવા દેવાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબીમાં એસપી કચેરીએ આવેલા ગળહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓને પોલીસે અટકાવીને અટકાયતમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરીને જીપમાં બેસાડતા કોંગ્રેસ અગ્રણીઓએ જતા જતા સરકાર અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

જો કે પોલીસે તેમની અટકાયત કરી લેતા રજુઆત કરી શકયા ન હતા. કોંગ્રેસ અગ્રણીઓ શુ રજુઆત કરવા આવ્‍યા હતા ?

(૧) મોરબી જીલ્લામાં અગાઉ જે અધિકારી સામે ગંભીર આક્ષેપો થયા હોય તેવા અધિકારીઓને મહત્‍વની શાખા અને પોલીસ સ્‍ટેશનની જવાબદારી સોપાઈ છે અને જે અધિકારી નિર્વિવાદીત કામ કરે છે. તેમજ બાહોસ અધિકારી છે. તેઓને સાઈડલાઈન કેમ કરવામાં આવે છે?

(૨) છેલ્લા એકથી દોઢ વર્ષમાં એસ.એમ.સી.ની ટીમ દ્વારા ૧૦ થી વધુ રેડ કરવામાં આવેલ છે. જેમાં ગોડાઉન રેડ, પેટકોક, ચોરી, વિદેશી દારૂ મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. જેમાં મોરબી જીલ્લા પોલીસની નિષ્‍ફળતા માટે માત્ર નાના અધિકારીઓને જ દંડવામાં આવે છે. પરંતુ જીલ્લાના મુખ્‍ય જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર એસ.પી. કે આઈ.જી. કયા કારણોસર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.

(૩) મોરબી પોલીસ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોથી માંડીને હાઈવે સુધીના રોડ ઉપર કોઈ ગંભીર ઘટના બન્‍યા બાદ જ પોલીસ ભારે વાહનો માટે ટ્રાફીક ડ્રાઈવ યોજે છે. જે માત્ર આંકડાકીય માયાજાળ સમાન હોય, નકક્કર દૈનિક કામગીરી થવી જોઈએ તે થતી નથી.

આવા અનેક પ્રશ્‍નો સાથેના આવેદન સાથે મોરબી કોગ્રેસના આગેવાનો ગળહ મંત્રીને રજૂઆત માટે આવ્‍યા હતા પરંતુ તેઓ રજૂઆત કરે તે પેહલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.(

(11:46 AM IST)