News of Friday, 25th July 2025
મોરબી લોકદરબારમાં ગૃહમંત્રીને રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબીમાં સાંજે ગૃહમંત્રી આવ્યા હતા ત્યારે તેમને રજૂઆત કરવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, રમેશભાઈ સદાતીયા, દિવ્યેશ મગુનિયા,પરિમલ કૈલા અને કિશન જોટાંગીયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબીના કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો લઈને લેખિતમાં રજૂઆત ક૨વા જતા હોય ત્યારે રસ્તામાંથી પોલીસ અધિકારીઓ દ્વારા ‘એ' ડિવિઝન પોલીસ સ્ટેશન પર લઈ જઈ અટકાયત કરવામાં આવી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
