<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

શ્રાવણ માસમાં ઓપન જુનાગઢ બહેનો માટે લાડુ ખાવાની સ્‍પર્ધા

 

જુનાગઢ, તા.૨૫: શ્રાવણ મહિનામાં મહાદેવજીને પ્રસન્ન કરવા લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. આ વખતે પણ ભુતનાથ મહાદેવને ૫૧ કિલો લાડુનો થાળ ધરાવી અને એ જ લાડુ પ્રસાદી રૂપે આરોગવાની હરીફાઈ તારીખ. ૪/૮/૨૫ ને સોમવારે સાંજે ચાર વાગ્‍યે ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.નિયમઃ દરેક બહેનોએ બેસવા માટે આસન, ડીસ અને પાણીની બોટલ સાથે રાખવી, લાડુ શુદ્ધ દેશી ગોળમાંથી અને લીંબુથી થોડી મોટી સાઇઝના બનાવવામાં આવશે, આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટેની ફી રૂ.૫૦ રાખેલી છે. આ સ્‍પર્ધામાં ૧૦ થી ૧૮ વરસના બાળકો, ૧૮ થી ૫૦ વર્ષ જુનિયર અને ૫૦ થી ઉપરના સિનિયર એમ કુલ ત્રણ ગ્રુપ રાખવામાં આવશે. જેમાં જુનિયર બહેનોએ ગુલાબી રંગ અને સિનિયર બહેનોએ કેસરી રંગ સંસ્‍કળતિને અનુરૂપ વષા પરિધાન કરવું.લાડુ ખાવાની સમય મર્યાદા પાંચ મિનિટ રાખેલ છે, કાર્યક્રમ ચાર વાગ્‍યે શરૂ થઈ જશે અને સાત વાગ્‍યે પૂર્ણ પણ કરી દેવામાં આવશે. કારણકે ૭ વાગ્‍યે મહા આરતી નો લાભ લઈ શકાય છે.

સ્‍પર્ધામાં ભાગ લેવા માટે આરતીબેન જોશી ૯૮૭૯૦૨૨૨૨૦ અને ચેતનાબેન પંડ્‍યા ૮૭૩૩૮૨૨૨૨૧ નંબર ઉપર નામ નોંધણી કરાવી ફી ભરી દેવાની રહેશે. ઓનલાઇન પણ ફી ભરી શકશો તેમ એક યાદીમાં જણાવ્‍યું છે.

(11:49 AM IST)