<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોરબી લોકદરબારમાં અઢી કલાક સુધી બાવનથી વધુ અરજદારોને ગૃહમંત્રીએ સાંભળ્‍યા, ઘણી સમસ્‍યાઓનો સ્‍થળ ઉપર જ નિકાલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૫: આજે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગળહમંત્રી હર્ષ સંઘવીએ અરજદારોને સાંભળ્‍યા હતા. બાદમાં તેઓએ વિગતો આપતા કહ્યું કે તેઓએ ૫૨થી વધુ અરજદારોને સાંભળ્‍યા હતા અને ઘણી સમસ્‍યાઓનો સ્‍થળ ઉપર જ નિકાલ કરી દેવામાં આવ્‍યો હતો.

ગળહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું કે મોરબીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પત્રો લખવમાં આવ્‍યા હોય તેમજ અરજદારોએ ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરી હોય તેવા ૫૨થી વધુ અરજદારોને સાંભળ્‍યા હતા. જે પ્રશ્નો રેવન્‍યુ સાથે જોડાયેલા હતા. તેને મુખ્‍યમંત્રીના જન સંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્‍ય અને સાંસદને તેમાં મદદરૂપ થાય તેવું આયોજન કરાયું છે.

મોરબી જિલ્લા પોલીસે છેલ્લા ૧૨૫ દિવસમાં અસામાજિક તત્‍વો વિરુદ્ધ એક પછી એક પગલા લીધા છે તે બદલ અનેક લોકોએ આભાર માન્‍યો છે. એસઆઇટીના માધ્‍યમથી નાના વેપારીઓની ફસાયેલી રકમ ઝડપથી પરત મળી રહી છે. તેઓએ પણ પોલીસનો આભાર માન્‍યો છે

ગળહમંત્રીએ પીઆઈ દ્વારા ખોટી જુગાર રેડ મામલે જણાવ્‍યું કે કોઈ પણ વ્‍યક્‍તિ આરોપ લગાડે તો આરોપ મામલે તપાસ થાય છે. મે ૧૫ મિનિટ સુધી તે અરજદાર સાંભળી એક-એક વસ્‍તુની નોંધ લીધી છે. અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે હું અહીં તેમને સાંભળવા માટે જ આવ્‍યો છું.

(11:49 AM IST)