News of Friday, 25th July 2025
જસદણ ભાજપના સોનલબેન વસાણી સહિત બે મહિલાઓ બિહાર જવા રવાના
સૌરાષ્ટ્રમાંથી ભાજપના બે મહિલાઓની બિહારની ચૂંટણી અભ્યાસ માટે પસંદગી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૫: ગુજરાત પ્રદેશ ભાજપ હાઇકમાન્ડના આદેશ અને ગુજરાતના પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા દિપીકાબેન સરડવાજીના આદેશ અને પ્રદેશ ઉપાધ્યક્ષ કામિનીબેન સોનીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાંથી બે મહિલાઓ બિહારમાં ચૂંટણીના ઓબ્ઝર્વેશનમાં જવા રવાના થયા છે. આગામી સમયમાં બિહારમાં ચૂંટણી આવી રહી હોઈ બિહારની સ્થાનિક પરિસ્થિતિનું નિરક્ષણ કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટીને ઉપયોગી થાય અને ઝીણવટભરી સ્થિતિનો અભ્યાસ કરી શકે તેવા કોઠાસૂઝ ધરાવતા બે નિષ્ઠાવાન મહિલાઓની પસંદગી કરી છે. રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ તેમજ જસદણ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન અને રઘુવંશી સમાજના રામધામ ગુજરાત મહિલા અધ્યક્ષ સોનલબેન વસાણી અને જામનગર મહાનગર અને જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ બિહારના ચૂંટણી પ્રવાસમાં જવા રવાના થયા છે. જસદણના ભાજપ અગ્રણી સોનલબેન વસાણી અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ચૂંટણી દરમિયાન ભાજપની મોટી સભાઓ ગજાવી ચૂકયા છે અને અનેક વિધાનસભા સીટની જવાબદારી નિભાવી ભાજપને મોટી જીત અપાવી ચૂકયા છે
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
