<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

હર હર મહાદેવના નાદથી મોરબીના શિવાલયો ગુંજી ઉઠ્યા, શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો નંબર આયોજન.

મહાઆરતી, રુદ્રયાગ, ભંડારા, અવનવા શિવલિંગના આયોજનો :વિવિધ શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો: લઘુરુદ્ર, ભંડારો, મેળો, મહાઆરતી, લાઈટિંગ, શણગાર, મહાપ્રસાદ, ફરાળ પ્રસાદ સહિતનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  આજ તા. 25 જુલાઈ ને શ્રાવણ સુદ-1 થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શ્રાવણ મહિનો શિવભક્તિ માટે ખાસ માનવામાં આવે છે. શિવ ઉપાસકો દ્વારા આખો મહિનો ભગવાન ભોળાનાથની આરાધના કરીને વિશેષ પૂણ્યનું ભાથું બાંધવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસને લઈને મોરબીના વિવિધ શિવ મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદથી ગુંજી ઉઠ્યા હતા અને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવામળી હતી.


શ્રાવણ માસ દરમિયાન મોરબીના કુબેરનાથ મંદિર, નીલકંઠ મહાદેવ, અગનેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ સહીત તમામ મંદિરોમાં અંનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

(12:10 PM IST)